T20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટીમ, વિલિયમસન કેપ્ટન

PC: twitter.com

T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સૌથી પહેલા પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ વર્ષના T20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડે તેની 15 સભ્યોની ટીમની કમાન કેન વિલિયમસનના હાથમાં આપી છે. આ વખતે T20 વર્લ્ડ કપ જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે ચોથો વર્લ્ડ કપ હશે.

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા છે. ડેવોન કોન્વેની ટીમમાં વાપસી થઈ છે, જે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગયો હતો. કોન્વે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ટીમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટને પણ તક મળી છે. સાઉથી તેનો સાતમો T20 વર્લ્ડ કપ રમશે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કાયલ જેમ્સ અને ઓલરાઉન્ડર એડમ મિલ્ને ઈજાના કારણે ટીમથી બહાર છે.

જ્યારે વિલ ઓ, ટોમ લાથમ, ટીમ સેફર્ટ અને વિલ યંગના ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાં તેમની પસંદગી કરવામાં નથી આવી. ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરો પણ વાપસી કરી શક્યો નથી. મુનરોને બદલે પસંદગીકારોએ રચિન રવિન્દ્રની પસંદગી કરી છે અને તેના સિવાય ઝડપી બોલર મેટ હેનરીને પણ સામેલ કરવામાં આવ્યો છે. બેન સીયર્સ T20 વર્લ્ડ કપ ટીમ સાથે રિઝર્વ તરીકે રહેશે.

ટીમ સાઉથી હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ (157) લેનાર બોલર છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ટીમમાં 2 ભારતીય મૂળના(રચિન રવિન્દ્ર અને ઈશ સોઢી)નો પણ સમાવેશ કર્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં પસંદગી થયા બાદ મેટ હેનરી પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે.

મેટ હેનરી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. મેટ હેનરીએ માત્ર 17 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ છ વર્ષના અંતરાલ પછી ગયા વર્ષે વાપસી કર્યા બાદ તેની બોલિંગમાં સુધારો થયો છે.

T20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની 15 સભ્યોની ટીમ...

કેન વિલિયમસન

ફીન એલન

ટ્રેન્ટ બોલ્ટ

માઇકલ બ્રેસવેલ

માર્ક ચેપમેન

ડેવોન કોન્વે

લોકી ફર્ગ્યૂસન

મેટ હેનરી

ડેરિલ મિચેલ

જિમી નિશમ

ગ્લેન ફિલિપ્સ

રચિન રવિન્દ્ર

મિચેલ સેન્ટનર

ઈશ સોઢી

ટીમ સાઉથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp