ક્રિકેટમાં આવી ગયા ઇલેક્ટ્રા સ્ટમ્પ, અમ્પાયર જેવું કરશે કામ, આઉટ થતા જ..
ક્રિકેટ ઇતિહાસમાં ઇલેક્ટ્રા સ્ટમ્પ સ્ટંપની શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ (BBL)ની હાલની સીઝનમાં આ ઇલેક્ટ્રા સ્ટમ્પ સ્ટમ્પ્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. બિગ બેશ લીગ (BBL)માં ક્રિકેટ ફેન્સ આ સ્ટમ્પ્સને જોઈને ખૂબ ખુશ છે કેમ કે ઇન્ટરનેશનલ ક્રિકેટના હાલના સમયમાં માત્ર LED લાઇટવાળા સ્ટમ્પ્સ ચાલી રહ્યા છે. ઇલેક્ટ્રા સ્ટમ્પ્સનો ઉપયોગ મહિલા બિગ બેશ લીગમાં કરવામાં આવ્યો હતો. હવે તેનો ઉપયોગ પહેલી વખત બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં થયો હતો.
આ અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માર્ક વૉએ કહ્યું કે, આ રંગીન સ્ટમ્પ્સ ફેન્સ અને ક્રિકેટરો માટે એક પ્રકારની ક્રિસમસ ગિફ્ટ છે. ઇલેક્ટ્રા સ્ટમ્પ્સની શરૂઆત હવે ક્રિકેટ જગતમાં મોટી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે સ્ટમ્પ્સમાં 5 અલગ અલગ રંગ છે. મેચ દરમિયાન થનાર વિભિન્ન પરિણામો માટે સ્ટમ્પ આ 5 રંગોને દેખાડે છે. રંગ અથવા તો આઉટ થવા કે ફોર, સિક્સ નો બૉલ અને ઓવરોમાં બદલાવના સંકેત આપે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વિકેટ પડે છે તો ત્રણેય સ્ટમ્પ લાલ થઈ જશે અને પછી આગ લાગી જશે.
For the first time in the BBL...
— KFC Big Bash League (@BBL) December 22, 2023
The electra stumps are on show 🪩 #BBL13 pic.twitter.com/A6KTcKg7Yg
આ દરમિયાન જ્યારે નો બૉલ હશે, તો સ્ટમ્પ લાલ અને સફેદ રંગ સ્ક્રોલ કરતા નજરે પડશે. એક ઓવર પૂરી થવા પર સ્ટમ્પ બ્લૂ અને જાંબલી રંગમાં સ્ક્રોલ થઈ જશે. જો કોઈ ફોર લાગશે તો ફ્લેશ અલગ અલગ રંગોની થશે. તો જો સિક્સ લાગશે તો રંગ સ્ક્રોલ થશે. કુલ મળીને ક્લેવર બદલનાર છે. કુલ મળીને સ્ટમ્પના રંગ એક પ્રકારે અમ્પાયરિંગ કરશે.
Stumps... everywhere!
— cricket.com.au (@cricketcomau) December 22, 2023
Jackson Bird gave the new Electra stumps, and D'Arcy Short, a working over at the SCG! #BBL13 #GoldenMoment @BKTtires pic.twitter.com/mfhsfBXPgY
શું IPLમાં દેખાશે ઇલેક્ટ્રા સ્ટમ્પ?
બિગ બેશ લીગમાં આ સ્ટમ્પ જોવા મળી રહ્યા છે. એવામાં એક મોટો સવાલ એ છે કે શું આ સ્ટમ્પ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જોવા મળી શકે છે? IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હાલમાં LED લાઇટવાળા સ્ટમ્પનો ઉપયોગ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp