મિત્રતા, એક-બીજા માટે સન્માન એક તરફ પરંતુ.., ધોનીને લઈને શું બોલ્યા ગંભીર?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે મેચ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ અગાઉ કોલકાતાના મેન્ટર ગૌતમ ગંભીરે ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ધોની જેવો કેપ્ટન ભારતને કદાચ મળી પણ નહીં શકે. ગંભીરે ધોનીના ભરપૂર વખાણ કર્યા અને સાથે જ જણાવ્યું કે, કેમ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવવી મુશ્કેલ હોય છે.

તેમણે જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ એવી ટીમ છે, જે છેલ્લે સુધી હાર માનતી નથી અને આ જ કારણ છે કે અંતિમ રન બનવા સુધી તમે ચેન્નાઈ સુપર કિંગ્સને હારેલી નહીં માની શકો. IPL 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સે સતત 3 મેચમાં જીત હાંસલ કરી છે તો ચેન્નાઈ સુપર કિંગ્સે 2 મેચ જીત્યા બાદ સતત 2 મેચ ગુમાવી છે. કોલકાતા પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે.

ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના વીડિયોમાં કહ્યું કે, બસ જીતવા માગું છું, હું પોતાના મગજમાં બિલકુલ ક્લિયર છું. જુઓ લોકો છે, મિત્રતા છે, એક-બીજા માટે રિસ્પેક્ટ બધી વાતો અલગ છે, આ બધી વાતો રહેશે, પરંતુ જ્યારે આપણે મેદાન પર હોઈએ છીએ તો હું કોલકાતાની કેપ્ટન્સી કરી રહ્યો છું અને તે ચેન્નાઈની કેપ્ટન્સી કરી રહ્યો છે. જો તે મારી જગ્યાએ બેઠો હોય અને તમે તેને આ જ સવાલ કરશો તો એ પણ આ જ જવાબ આપશે. આ જીત બાબતે છે, તમે વિનિંગ ડ્રેસિંગ રૂમમાં પાછા જવા માગો છો.

ધોની ભારતીય ટીમનો સૌથી સફળ કેપ્ટન છે. મને નથી લાગતું કે કોઈ પણ ધોનીના લેવલ પર પહોંચી પણ શકે છે. 3 ICC ટ્રોફી જીતવી.. લોકો ઓવરસીઝ જીતી શકે છે, જેટલું બની શકે ટેસ્ટ મેચ જીતી શકે છે, પરંતુ 3 ICC ટ્રોફીથી વધારે કંઇ નથી. IPLમાં મેં તેની વિરુદ્ધ દરેક મેચનો સંપૂર્ણ લુપ્ત ઉઠાવ્યો છે કેમ કે તમને ખબર હોય છે કે તેને રણનીતિની બાબતે મ્હાત નહીં આપી શકાય. રણનીતિના મામલે તે ખૂબ સારો છે, તેને ખબર છે કે સ્પિનરો વિરુદ્ધ કેવી રીતે રન બનાવવાના છે અને ખબર છે કે સ્પિનરો સાથે કેવી ફિલ્ડ સેટ કરવાની છે. એટલે ક્યારેય હાર માનતો નથી.

નંબર-6 અને 7 પર બેટિંગ કરે છે, તમે જાણો છો કે જ્યાં સુધી પીચ પર છે, તે ગમે ત્યારે મેચ ફિનિશ કરી શકે છે. પછી તમારે એક ઓવરમાં 20 રન જ કેમ ન બનાવવાના હોય. મને ખબર હતી એક મારી પાસે એવો બોલિંગ એટેક હતો, જે ચેન્નાઈના કોઈ પણ બેટરને રોકી શકતો હતો. રણનીતિના મામલે તેનાથી સારું હોવું મુશ્કેલ છે, ધોની ફિલ્ડ પર અગ્રેસીવ થતો નથી, પરંતુ તે જાણે છે કે અંત સુધી હાર માનવાની નથી. ચેન્નાઈને હરાવવા માટે તમે જ્યાં સુધી છેલ્લા રન ન બનાવો, ત્યાં સુધી તમે જીત્યા નથી. કેમ કે ઘણી એવી ટીમો છે જે 5 વિકેટ ગુમાવીને હાર માની લે છે, પરંતુ એવું ધોની સાથે જરાય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp