ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ

આઈપીએલ ફિવર આખા દેશ પર છવાઈ ગયો છે ત્યારે ગ્લાન્સ સ્માર્ટ લોક સ્ક્રીન્સ પર ભારતના સૌથી મોટા ક્રિકેટ ફેસ્ટિવલ્સમાંના એક ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ દ્વારા ઊજવણીમાં જોડાઈ છે. આ અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવેલો ફેસ્ટિવલ ન કેવળ યુઝર્સને મેદાનની અંદર અને બહાર બંને પ્રકારની સિરિયસ ક્રિકેટિંગ એક્શન્સ પર રિયલ ટાઈમ મેચ અપડેટ્સ લાવે છે, પણ તે સમગ્ર અનુભવને દરરોજ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર લાઈવ શો, એક્સક્લુઝિવ ક્રિકેટ સંબંધિત રમતો અને શોપિંગ ડીલ્સથી વધુ મનોરંજક બનાવે છે.

વિશ્વના અગ્રણી લોક સ્ક્રીન પ્લેટફોર્મ્સ પૈકીના એક ગ્લાન્સ એકલા ભારતમાં 200 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ ધરાવે છે અને કંપની ઇન્ડોનેશિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ હાજરી ધરાવે છે. ગ્લાન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર વિકાસ ચૌધરીએ જણાવ્યું હતું કે: “નામથી જ સ્પષ્ટ થાય છે કે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ ક્રિકેટ પ્રેમીઓને માત્ર લાઈવ ક્રિકેટ અપડેટ્સ કરતાં ઘણું વધારે ઓફર કરે છે. ગ્લાન્સનું કદ અને પહોંચ અને તેના સ્માર્ટ લોક સ્ક્રીન પ્લેટફોર્મની વિશિષ્ટ પ્રકૃતિને કારણે તે જે અપ્રતિમ અનુભવ લાવે છે તે જોતાં, અમે આશા રાખીએ છીએ કે ગ્લાન્સ લોક સ્ક્રીન ટી20 અને ક્રિકેટને લગતી દરેક વસ્તુ માટે દેશભરના ક્રિકેટપ્રેમીઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે સૌથી વધુ ઇચ્છિત સ્થળોમાંનું એક બની જશે."

ટી20 ફેન ફેસ્ટ સાથે ગ્લાન્સ આ ટી20 સિઝન દરમિયાન 30થી વધુ અનન્ય ક્રિકેટ-સંબંધિત શો અને પ્રવૃત્તિઓ સાથે આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. તેમાં નિષ્ણાંતો દ્વારા વિશ્લેષણ, ટીમ અંગેની ચર્ચાઓ, ખેલાડીઓ પસંદ થવા પાછળની ઈનસાઈટ, જ્યોતિષ આગાહીઓ અને ક્રિકેટરો સાથે લાઇવ ચેટ સેશનનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્લાન્સ યુઝર્સ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર એક્સક્લુઝિવ ગેમ્સ, લાઈવ શો અને શોપિંગ ડીલ્સનો આનંદ માણી શકશે. સ્માર્ટ લોક સ્ક્રીનની નવીન વિશેષતાઓ, રીઅલ-ટાઇમ ન્યૂઝ અને ઈનસાઈટ્સથી દેશભરના ક્રિકેટ પ્રેમીઓ અપડેટ અને જોડાયેલા રહી શકશે.  

આ આઈપીએલ સીઝન દરમિયાન, ગ્લાન્સ યુઝર્સને 'ધ અલ્ટરનેટ વ્યૂ વિથ જેમી અલ્ટર' ઓફર કરે છે, જે એક ડેઈલી લાઈવ શો છે જેમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર જેમી અલ્ટર યુઝર્સને મેમરી લેન પર ટ્રીપ પર લઈ જાય છે અને તેઓ તાજેતરમાં રમાયેલી ગેમ્સ અને અને સમાચારોમાં રહેલા ખેલાડીઓની ચર્ચા કરે છે. ટી20 ફેન વોર્સમાં, ક્રિએટર નચિકેત પરદેશી અને ન્યૂઝ રિપોર્ટર રોહિત જુગલાન અને શશાંક યાજ્ઞિક મેચ દરમિયાન વિવિધ શહેરોના ક્રિકેટ ચાહકો સાથે તેમની લાગણીઓ અને એક્શન્સને લોક સ્ક્રીન પર જીવંત બનાવવા માટે વાતચીત કરે છે. મેચ ટ્રીવીયા દરમિયાન ગ્લાન્સ યુઝર્સને તેમના ક્રિકેટ જ્ઞાનની ચકાસણી કરવાની અને દરરોજ મફતમાં ઈનામો જીતવાની તક મળે છે! દર અઠવાડિયે, ગ્લાન્સ કોમેડી લીગ પણ યોજે છે જ્યાં ટોચના હાસ્ય કલાકારો ઓન-ફીલ્ડ, ઓનલાઈન અને અન્ય ક્રિકેટ-સંબંધિત ઈવેન્ટ્સની પેરોડી બનાવે છે, જે યુઝર્સને હાસ્યરસથી તરબોળ કરી દે છે.

ગ્લાન્સ પણ ટી20 શોપિંગનો એવો અનુભવ કરાવે છે જેવો તમને બીજે ક્યાંય નહીં મળે! યુઝર્સ દરરોજ મેચનું યોગ્ય અનુમાન કરીને ફ્રી મર્ચેન્ડાઈઝ જીતી શકે છે. Wear your team coloursમાં, યુઝર્સ તેમની મનપસંદ ટી20 ટીમો માટે કલર મેપ કરેલી પ્રોડક્ટ્સની રેન્જમાંથી પસંદ કરી શકે છે અને તેને તેમની મનપસંદ મેચો દરમિયાન ખરીદી કરીને પહેરી શકે છે. યુઝર્સ શહેર મુજબની મર્ચેન્ડાઇઝ, સ્પોર્ટ્સ અને એથ્લેઝર વેર પણ ખરીદી શકે છે જે પ્લેટફોર્મ પર ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે. ટી20 દરમિયાન ગેમિંગનો રોમાંચ અભૂતપૂર્વ છે અને જે દરેક ક્રિકેટ ચાહકને ગમે છે. આને ધ્યાનમાં રાખીને, ગ્લાન્સે આ ક્રિકેટ સિઝનમાં બે વિશિષ્ટ ગેમિંગ અનુભવો રજૂ કર્યા છે. 'લાઈવ પ્રિડિક્ટર'માં, યુઝર્સ દરરોજ આવનારી મેચોની આગાહી કરી શકે છે અને નિયમો અને શરતોને આધીન રૂ. 7.5 લાખ સુધીના ઈનામો જીતી શકે છે. આવો જ બીજો અનુભવ ‘ટી20 ઇન ધ વર્સ’ છે જે 10 લોકપ્રિય ગેમ સ્ટ્રીમર્સને એકસાથે લાવે છે, જેમાંથી દરેકને ટી20 ટીમ ફાળવવામાં આવે છે અને તેઓ સમગ્ર સિઝન દરમિયાન મેચો રમે છે.

સતત ત્રણ વર્ષથી ગ્લાન્સ ટી20 સાથે જોડાયેલું છે. 2022માં ગ્લાન્સે ખેલાડીઓ સાથે વિશિષ્ટ રીઅલ-ટાઇમ ઈન્ટરેક્શન્સ, પડદા પાછળના નિખાલસ શો અને લોક સ્ક્રીન પર લવ પ્રેક્ટિસ સેશન્સ રજૂ કરવા માટે દિલ્હી કેપિટલ્સ સાથે સહયોગ કર્યો હતો. 2021માં ગ્લાન્સે 'ટી20 અડ્ડા' રજૂ કર્યું, જે ભારતની સૌથી મોટી વોચ પાર્ટીઓમાંની એક છે જેણે લોક સ્ક્રીન પર વાસ્તવિક-વિશ્વ ક્રિકેટની ઉત્તેજના અને તીવ્રતાનું પુનરાવર્તન કર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની 14મી સિઝન માટે તેમના સત્તાવાર લોક સ્ક્રીન પાર્ટનર તરીકે ગ્લાન્સ સાથે સહયોગ કર્યો હતો, જ્યાં લોક સ્ક્રીન પર વિશેષ શો લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, ગ્લાન્સ ટી20 અનુભવને વધારવા માટે વધુ આગળ વધ્યું છે. રાષ્ટ્રને એક કરતી ભારતની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક તરીકે ક્રિકેટને ઓળખીને, ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ યુઝર્સને ઇમર્સિવ અને સર્વગ્રાહી રીતે ક્રિકેટનો અનુભવ કરવાની એક પ્રકારની તક આપે છે, જે ગ્લાન્સ સ્માર્ટ લોક સ્ક્રીનને ક્રિકેટપ્રેમીઓ માટે અલ્ટીમેટ ડેસ્ટિનેશન બનાવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.