IPL એલિમિનેટરઃ મુંબઈ ટોસ જીત્યું, બંને ટીમમાં ફેરફાર, કોણ જીતશે MI કે GT?

અમદાવાદમાં વરસાદ વચ્ચે ટોસમાં રોહિત શર્માએ બાજી મારી લીધી છે. ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને બેટિંગ આપી છે. મુંબઈએ ટીમમાં રિતિક શોકિનની જગ્યાએ કુમાર કાર્તિકેયને સ્થાન આપ્યું છે, જ્યારે ગુજરાતની ટીમે બે ફેરફાર કર્યા છે, જેમાં શનાકાની જગ્યાએ જોસ લીટલ અને નાલકંડેની જગ્યાએ સાંઈ સુદર્શનને સ્થાન આપવામાં આવ્યું છે.

વરસાદને કારણે જો મેચ રદ થાય તો ફાઇનલમાં કોણ રમશે ગુજરાત કે મુંબઇ ઇન્ડિયન્સ?

IPL 2023માં આજે,શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ક્વોલિફાયર-2 મેચમાં આમને-સામને થશે. અત્યાર સુધી બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી ચુકી છે. મુંબઈનું પલ્લું ભારે છે તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે, જ્યારે ગુજરાતે માત્ર એક જ જીત મેળવી છે. જો કે, હવામાનનો રૂખ બદલાશે તો જો અમદાવાદમાં વરસાદ પડે તો ગુજરાતને ફેવર મળી શકે છે.આજે અમદાવાદમાં કેવી રહેશે હવામાન એ વિશે જાણી લઇએ.

આમ તો વરસાદ પડે ત્યારે એકસ્ટ્રા સમય રાખવામાં આવે છે. વરસાદ બંધ થવાની લાંબી રાહ જોવામાં આવે છે.  એવું નક્કી કરવામાં આવે છે કે ઓછામાં ઓછી 5 ઓવર રમાવી જોઇએ.જો વરસાદ બંધ ન થાય  અને પ્લેઇંગ ઇલેવન કંડીશન ખતમ થાય ત્યારે વરસાદ અટકી જાય તો તેવા સંજોગોમા સુપરઓવર એટલે કે એક ઓવરની રમતમાંથી પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્લેઓફ મેચો માટે કોઈ અનામત દિવસ નથી. આવી સ્થિતિમાં મેચના પરિણામ અંગેનો નિર્ણય તે જ દિવસે લેવામાં આવે તે નિશ્ચિત છે.

જો કોઇ કારણોસર મેચ રમાશે જ નહીં તો લીગ રાઉન્ડમમાં બંને ટીમોની સ્થિતિને આધારે વિજેતા જાહેર કરવામાં આવશે. મતલબ કે કઇ ટીમ લીગ રાઉન્ડમાં ક્યા સ્થાન પર હતી.સોથી ઉપર જે ટીમ હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે અને એ ટીમ ફાઇનલ ટીમ સાથે રમશે. આવા સંજોગોમાં સૌથી વધારે ફાયદો ગુજરાત ટાઇટન્સને મળશે, કારણકે ગુજરાત ટાઇટન્સ એ લીસ્ટમાં સૌથી ઉપર રહી હતી, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ચોથા નંબર પર હતી. એટલે મેચ રમાઇ જ નહી એવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ સીધી ફાઇનલમાં પહોંચી જશે અને તેનો મુકાબલો સીધો  CSK સાથે થશે.

જો કે હવામાન વિભાગનું કહેવું છે કે અમદાવાદમાં આજે વરસાદ પડવાની સંભાવના ઓછી છે. મોસમ સાફ રહેશે અને રમાવાની સ્થિતિ ખુબસુરત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 મે, શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયશ રહેશે. દિવસ અને રાત બંને સમસ આકાશ સાફ રહેશે.

હવામાન વિભાગે કહ્યું કે વરસાદની સંભાવના દિવસ દરમિયાન 23 ટકા અને રાતના સમયે 16 ટકા જેટલી છે. જો કે ક્રિક્રેટના ચાહકોને  મુંબઇ અને ગુજરાત વચ્ચેની રસાકસી ભરી મેચ જોવાનો ભારે ઉત્સાહ છે. વરસાદ મેચ ન બગાડે એવું બધા લોકો ઇચ્છી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.