સીરિઝ હાર બાદ પંડ્યા બોલ્યો 'ક્યારેક-ક્યારેક હારવું સારું હોય,તમને શીખવા મળે છે'

ભારત વર્ષો બાદ T20 સીરિઝ કોઈ દેશ સામે હારી ગયું છે, જેની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાએ કરી છે. આ હાર બાદ ક્રિકેટ ફેન્સે હાર્દિક પંડ્યાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. હાર બાદ પણ હાર્દિક પંડ્યાએ એવું નિવેદન આપ્યું છે, જેને લીધે ક્રિકેટ ફેન્સ વધુ નારાજ થયા છે. મેચ બાદ પંડ્યાએ કહ્યું કે, જો તમે જોશો, તો આપણે 10 ઓવર પછી એ અવધિમાં હારી ગયા. જ્યારથી હું આવ્યો, હું તેનો ફાયદો નથી ઉઠાવી શક્યો. ટોસ પર નિર્ણયને લઇને પંડ્યાએ કહ્યું કે, મારું માનવું છે કે, એક સમૂહના રૂપમાં આપણે પોતાને પડકાર આપવો પડશે. આ દરેક મેચ એવી છે કે જ્યાં આપણે શીખવાનું છે. અમે એક સમૂહના રૂપમાં વાત કરી છે કે, જ્યારે પણ મુશ્કેલ રસ્તો પસંદ કરી શકીએ છીએ ત્યારે આપણે કરવો જોઇએ. અંતમાં, એક શૃંખલા અહીં કે પછી ત્યાં મહત્વની નથી પણ લક્ષ્ય પ્રતિ પ્રતિબદ્ધતા મહત્વની છે.

આવતા વર્ષે T20 વર્લ્ડકપ પર વાત કરતી વખતે પંડ્યાએ કહ્યું કે, આ એક લાંબો રસ્તો છે. વન ડે વર્લ્ડ કપ આવી રહ્યો છે અને ક્યારેક ક્યારેક હારવું સારું હોય છે. તમને શીખવા મળે છે.  દરેક છોકરાઓ વિશે વિશેષ ઉલ્લેખ, તેમણે શાનદાર ચરિત્ર બતાવ્યું. જીત અને હાર પ્રક્રિયાનો એક હિસ્સો છે અને આપણે એ સુનિશ્ચિત કરવા જઇ રહ્યા છીએ કે, આપણે તેનાથી શીખીએ. હું વધારે યોજના નથી બનાવતો. જો હું કોઇ સ્થિતિ જોઉં છું, તો જે પણ મારું મન કહે છે હું તેનું પાલન કરું છું. યુવા ખેલાડીઓની કેપ્ટનશીપ પર તેમણે કહ્યું છે કે, તેમનામાં દિલ હોય છે. આ એવી ચીજ છે કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહત્વની છે.

કેપ્ટને આગળ કહ્યું કે, આવનારા દરેક યુવાને વિશ્વાસ છે કે, આ કંઇક એવું જ છે કે જેને હું જોઉં છું. તેમને સાધુવાદ, તે બહાર આવ્યા અને જવાબદારી લીધી. એક કેપ્ટનના રૂપમાં હું તેનાથી વધારે ખુશ ન થઇ શકું.

 વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે 5 મેચોની T20 સીરિઝની પાંચમી અને અંતિમ મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. તે એક ડીસાઇડર મેચ હતી. જે ટીમ આ મેચ પોતાના નામે કરતી તે આ સીરિઝ પણ જીતી જતી. મેજબાન ટીમ વેસ્ટ ઇન્ડીઝે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને 8 વિકેટથી હરાવી દીધી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ સામે 166 રનોનો ટારગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ખૂબ સરળતાથી માત્ર 18 ઑવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો.

આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડીઝે 3-2થી સીરિઝ પણ પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એવામાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઑવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 61 રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 27 રનની સારી ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલ (5 રન), શુભમન ગિલ (9 રન), સંજુ સેમસન (13 રન) અને સંજૂ સેમસન (14 રન) પૂરી રીતે ફ્લોપ રહ્યા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી. અકીલ હુસેન અને જેસન હોલ્ડરને પણ 2-2 સફળતા મળી હતી. રોસ્ટન ચેઝે પણ 1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે 166 રનના ટારગેટનો પીછો કરતા વિસ્ફોટક અંદાજમાં શરૂઆત કરી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરનની વિસ્ફોટક ઇનિંગની મદદથી વેસ્ટ ઇન્ડીઝે સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે માત્ર 18 ઑવરમાં જ 166 રનના ટારગેટને પોતાના નામે કરી લીધો. મેજબાન ટીમ માટે સૌથી વધુ 85 રન બ્રેન્ડન કિંગે બનાવ્યા.

એ સિવાય નિકોલસ પૂરને પણ 35 બૉલમાં 47 રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ અને તિલક વર્માએ 1-1 વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે રોવમેન પોવેલની કેપ્ટન્સીમાં 6 વર્ષ બાદ ભારતીય ટીમને T20 સીરિઝ હરાવી છે. વેસ્ટ ઇન્ડીઝે ભારતના આ સીરિઝમાં 3-2થી હરાવી. આ અગાઉ વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડીઝે ભારતને T20 સીરિઝ (1 મેચની સીરિઝ) હરાવી હતી. તો વેસ્ટ ઇન્ડીઝે માત્ર બીજી વખત 1 કરતા વધુ મેચની T20 સીરિઝમાં ભારતને હરાવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.