ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20મા પંડ્યા ટોસ જીત્યો, જુઓ ટીમમાં કોને જગ્યા આપી,શૉ આઉટ

PC: twitter.com

રાંચીમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ રમાવાની છે, જેમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ટીમની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ, મુકેશ, જીતેશ અને પૃથ્વી શૉને પ્લેઇંગ XIમા જગ્યા આપવામાં આવી નથી.

પહેલી T20 માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન)

સૂર્યકુમાર યાદવ (વાઇસકેપ્ટન)

ઇશાન કિશન (વિકેટકીપર)

શુભમન ગિલ

દીપક હુડ્ડા

રાહુલ ત્રિપાઠી

વૉશિંગટન સુંદર

કુલદીપ યાદવ

અર્શદીપ સિંહ

ઉમરાન મલિક

શિવમ માવી

મેચ પહેલા જ પંડ્યાએ કહી દીધેલું કિશન-ગીલ કરશે ઓપનિંગ

ભારતીય ટીમમાં જગ્યાને લઇને ઘણા સમયથી સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા છે. તો જેમને ચાંસ મળી રહ્યા છે, તેઓ બધા એક બાદ એક મોટી ઇનિંગને લઇને મળેલા ચાન્સનો ફાયદો ઉઠાવવામાં લાગ્યા છે, ત્યારબાદ સિલેક્ટર્સની ચિંતા વાંચી ચૂકી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની શરૂઆત 27 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમના એક યુવા ખેલાડીને માઠા સમાચાર સંભળાવી દીધા છે.

વન-ડે સીરિઝની વાત કરીએ તો બે યુવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો હતો, જેમાં ઇશાન કિશન અને શુભમન ગિલ સામેલ છે. બંને જ ખેલાડીઓએ બેવડી સદી ફટકારીને દાવેદારી રજૂ કરી છે, પરંતુ કેટલાક ખેલાડી છે જે પ્રતિભા હોવા છતા એક ચાંસ માટે તરસી રહ્યા છે. વ્હાઇટ બૉલ ક્રિકેટ માટે સૌથી પહેલું નામ આવે છે પૃથ્વી શૉનું. એક વર્ષ બાદ આ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે તેનું કારણ છે ત્રિપલ સેન્ચુરી, પરંતુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝની શરૂઆત પહલેય પૃથ્વી શૉની આશાઓ પર પાણી ફરી ગયું.

T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સીરિઝની શરૂઆત પહેલા મીડિયાને કહ્યું કે, પૃથ્વી શૉએ અત્યારે ચાન્સની રાહ જોવી પડશે કેમ કે શુભમન ગિલે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તે પહેલા જ T20નો હિસ્સો હતો. રિપોર્ટ્સ મુજબ ઋતુરાજ ગાયકવાડ ઇજાના કારણે સીરિઝથી બહાર થઇ ચૂક્યો છે, ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પૃથ્વી શૉને પ્લેઇંગ ઇલેવનમાં ચાંસ મળી શકે છે, પરંતુ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે તેને રમવાનો ચાંસ ત્યારે જ મળશે જ્યારે શુભમન ગિલ કે ઇશાન કિશનમાંથી કોઇ એકને આરામ આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.

T20 સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ:

ડેવોન કોનવે (વિકેટકીપર), મિચેલ સેન્ટર (કેપ્ટન) ફિન એલન, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, મિચેલ બ્રેસવેલ, લોકી ફોર્ગ્યૂંશન, ઇશ સોઢી, બ્લેયર ટિકનર, જેકોબ ડફી, મિચેલ રિપ્પોન, ડેન ક્લેવર, હેનરી શિપલે, બેન લિસ્ટર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝનું શેડ્યૂલ:

પહેલી T20 મેચ: 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20 મેચ: 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20 મેચ: 1 ફેબ્રુઆરી, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp