ધોનીના સંન્યાસ બાદ અચાનક બધી જવાબદારી મારા પર આવી ગઈ છેઃ હાર્દિક પંડ્યા

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે  મારે હવે એમ.એસ.ધોનીનો રોલ ભજવવાનો છે. તેણે કહ્યું કે, મને હંમેશાં સિક્સ મારવાની મજા આવે છે. હવે મારે સમજદારીથી રમવું પડશે. હું પાર્ટનરશીપમાં વિશ્વાસ રાખું છું અને હું મારા બેટિંગ પાર્ટનર અને ટીમને વિશ્વાસ અપાવવા માગું છું કે હું અહિયા જ છું. મેં આ ખેલાડીઓ કરતા વધુ મેચ રમી છે અને એટલે જ ખબર છે કે દબાણમાં કેવી રીતે રમવાનું છેને માહોલને શાંત બનાવવાનો છે. કદાચ એટલા માટે મારે મારા સ્ટ્રાઇક રેટનો ઓછો કરવો પડે. હું હંમેશાં નવા રોલ માટે તૈયાર રહું છું. માહી ભાઈ જ્યારે રમી રહ્યા હતા ત્યારે હું યુવાન હતો અને દરેક જગ્યાએ તાબડતોડ શોટ લગાવ્યો હતો. પરંતુ તેના સંન્યાસ બાદ અચાનક તમામ જવાબદારી મારી ઉપર આવી ગઈ છે. મને આની પરવાહ નથી. અમે રિઝલ્ટ હાંસલ કરી રહ્યા છીએ અને આના માટે ધીમું પણ રમવું પડે તો મને એમાં કોઈ વાંધો નથી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 અને વન-ડે સીરિઝ બંને સમાપ્ત થઇ ગઇ છે. વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરી તો T20 સીરિઝ ભારતીય ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 166 રનોની મોટી જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ 2-1થી સીરિઝ પણ પોતાના નામે કરવામાં સફળ રહી.

તો આ જીતમાં પહેલા તો શુભમન ગિલની સદીની મદદથી સ્કોરબોર્ડ પર 234 રનોનું વિશાળ લક્ષ્ય લગાવવામાં સક્ષમ રહી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતીય બૉલિંગનો દબદબો રહ્યો. જેમાં સૂર્યકુમાર યાદવે અવિશ્વસનીય ફિલ્ડિંગ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવી. તો હવે આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સીરિઝ સમાપ્ત થયા બાદ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ના એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો.

તેણે આ સીરિઝમાં 33ની એવરેજથી બેટિંગ કરતા 66 રન અને સૌથી વધુ 5 વિકેટ લીધી છે. જેના કારણે તેને આ એવોર્ડ આ આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ મોટી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, મને (મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ) જીતવામાં કોઇ પરેશાની નથી, પરંતુ અહીં ઘણા એવા પ્રદર્શન કરનારા ખેલાડી હતા, જે અસાધારણ હતા. આ મેન ઓફ ધ સીરિઝ અને ટ્રોફી આખા સપોર્ટ સ્ટાફને જાય છે. હું આ બધા માટે ખુશ છું. (વસ્તુઓને અલગ રીતે કરવા પર) સાચું કહું તો હું હંમેશાં આ પ્રકારની રમત રમુ છું. હું વાંચવાનો પ્રયત્ન કરું છું કે શું જરૂરી છે, પૂર્વકલ્પિત વિચાર નથી.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ આગળ પોતાના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે તે પોતાની કેપ્ટન્સીમાં વસ્તુઓને સરળ રાખવા માગે છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, કેપ્ટન તરીકે તે પડે છે તો પોતાની શરતો પર નીચે પાડવા માગે છે. પોતાની કેપ્ટન્સીમાં તેને સરળ રાખવા માગું છું અને પોતાની જાતને બેક કરવા માગું છું. મારો એક સરળ નિયમ છે. જો હું પડું છું તો હું પોતાની શરતો પર નીચે જઇશ. અમે પડકાર લેવાની વાત કરી છે. જ્યારે અમે IPL ફાઇનલ રમી તો લાગ્યું કે બીજી ઇનિંગ મજેદાર છે, પરંતુ આજે આ સપાટી પર હું સામાન્ય મેચ બનાવવા માગતો હતો કેમ કે તે નિર્ણાયક હતી. એટલે અમે પહેલા બેટિંગ કરી. આશા છે કે અમે આ પ્રકારના પ્રદર્શન યથાવત રાખીશું.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.