ન્યૂઝીલેન્ડ સામે ભારત ટોસ જીત્યું, ટીમમાં 2 ફેરફાર, 20 વર્ષ બાદ જીતવાની તક

PC: twitter.com

 

ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શામી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે પણ કહ્યું હતું કે, અમે ટોસ જીત્યા હોત તો અમે પણ બોલિંગ લીધી હોત.

ચોંકાવનારી વાત એ છે કે, 2003 પછી ભારત ક્યારેય ICC ઈવેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી, એટલે જો ભારત જીતશે તો આજે 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે કોઈ ICC ટ્રોફી ઈવેન્ટમાં જીતશે

ભારતીય ટીમ પ્લેઇંગ XI

રોહિત શર્મા

વિરાટ કોહલી

કેએલ રાહુલ

શ્રેયસ ઐયર

રવિન્દ્ર જાડેજા

સૂર્યકુમાર યાદવ

બૂમરાહ

કુલદીપ યાદવ

મોહમ્મદ સિરાજ

શુભમન ગીલ

મોહમ્મદ શામી

શું વરસાદ ખેલ બગાડશે?

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે.આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવવાની છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના વિજય રથને રોકવા અને વિજય હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ પાસે 2016માં ભારત દ્વારા ODI મેચમાં મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.ત્યારે સવાલ એ છે કે રવિવારે ધર્મશાળાના મેદાન પર રનનો ખડકલો થશે કે પછી હવામાન ખેલ બગાડશે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં રવિવારે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે ધર્મશાલાની પિચ કેવી છે અને કયા બેટ્સમેન કે બોલર માટે ફાયદાકારક છે.

હિમાચલ પ્રદેશના ખુબસુરત સ્ટેડિયમ ધર્મશાળામાં રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટકરાવ થશે. ધર્મશાળાની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ થઇ શકે છે. જો બેસ્ટમેન ક્રિઝ પર બેટીંગ કરતી વખતે થોડો સમય ટકી જાય છે તો એ ખેલાડીઓ માટે રન બનાવવા આસાન બનશે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તમ સ્પિનર્સનો પણ પ્રભાવ જોવા મળશે.

ધર્મશાલા મેદાન પર પ્રથમ દાવની સરેરાશ 231ની રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે પાછળથી બેટિંગ કરનારી ટીમો વધુ જીત મેળવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે. હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ધર્મશાળામાં મૌસમ ઠંડુ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 20 ટકા વ્યકત કરવામાં આવી છે. જ્યારે તાપમાન 13 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે રહેશે એવી ધારણા છે.

ODI વર્લ્ડ કપ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચ જીતી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી અને છેલ્લી વખત તેઓ 2019માં આમને સામને હતા, જેમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી હતી. તો બીજી તરફ વન-ડે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 116 વખત ટક્કર થઇ છે, જેમાં ભારતે 58 વખત અને ન્યૂઝીલેન્ડ 50 વખત મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણાયક અને 1 મેચમાં ટાઇ રહી હતી.

ટીમ ઇન્ડિયા માટે એક આંચકો એ છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાને કારણે ધર્મશાળાની મેચ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp