
ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના પ્લેઈંગ-XIમા એક ફેરફાર થયો છે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેના સ્થાને કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સતત દસમી વન-ડે સીરિઝ જીતવાની તક હશે. ભારતીય ટીમ છેલ્લા 26 વર્ષથી શ્રીલંકા સામે વન-ડે સીરિઝમાં હાર્યું નથી. તેની છેલ્લી હાર 1997માં થઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી પાસે ચાર મોટા રેકોર્ડ બનાવવાની તક છે. 67 રન બનાવતાની સાથે જ તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં પહોંચી જશે. હવે વિરાટના 266 વન-ડેની 257 ઇનિંગ્સમાં 12,584 રન છે. તે હાલમાં છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકાના મહેલા જયવર્દને 448 મેચની 418 ઇનિંગ્સમાં 12,650 રન સાથે પાંચમા નંબર પર છે.
જો વિરાટ આ મેચમાં સદી ફટકારે છે તો તે ODI ક્રિકેટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વિરાટ હાલમાં આ મામલે સચિન તેંદુલકરની બરાબરી પર છે. વિરાટે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે 9-9 સદી ફટકારી છે. આ સાથે જ સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે.
શ્રેણીની પ્રથમ મેચ 67 રને જીતીને ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ જાળવી રાખી છે. જો રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમ આ બીજી મેચ પણ જીતી જશે તો તે શ્રેણી 2-0થી કબજે કરશે. જ્યારે શ્રીલંકાનો કેપ્ટન દાસુન શનાકા મેચ જીતીને શ્રેણીમાં બરાબરી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp