એશિયા કપની ફાઈનલમાં ભારતે કર્યું લંકાદહન, ઐતિહાસિક વિજય, સિરાજ હીરો

PC: twitter.com

મોહમ્મદ સીરાજ નામના વાવાઝોડાએ આજે હાહાકાર મચાવી દીધો છે. એશિયા કપની ફાઈનલમાં મોહમ્મદ સીરાજે એવી બોલિંગ કરી કે આખી શ્રીલંકન ટીમનો બેટિંગ ઓર્ડર તહેસ નહેસ થઇ ગયો હતો. આજે શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને પહેલો ઝટકો જસપ્રીત બૂમરાહે આપી દીધો હતો. પહેલી ઓવરના ત્રીજા જ બોલે બૂમરાહે કુસાલ પરેરાને શિકાર બનાવ્યો હતો, ત્યાર બાદ આવ્યો હતો સીરાજ જેણે તેની પહેલી ઓવરમાં તો વિકેટ નહોતી લીધી પરંતુ તેણે તેની બીજી ઓવરના પહેલા જ બોલે નિસંકાને પેવેલિયન મોકલી દીધો હતો. ત્યાર બાદ એ જ ઓવરની ત્રીજી બોલે સમરવિક્રમાનો શિકાર કર્યો હતો, ત્યાર બાદ એજ ઓવરની ચોથી બોલે અસલંકાને પેવેલિયન મોકલી દીધો હતો અને એજ ઓવરની છેલ્લી બોલે ધનંજય ડી સિલ્વાને તેણે પેવેલિયન ભેગો કરી દીધો હતો.

આમ એક જ ઓવરમાં મોહમ્મદ સીરાજે ચાર વિકેટ લઈને શ્રીલંકાને ઘૂંટણીએ લાવી દીધું હતું. ત્યાર બાદ કુસલ મેન્ડિસે ઈનિંગને સંભાળવાની કોશિશ કરી હતી, પરંતુ ફરી સીરાજે તરખાટ મચાવીને તેને 17 રને શિકાર બનાવ્યો હતો. મેન્ડિસની વિકેટ પડી ત્યારે શ્રીલંકાનો સ્કોર 7 વિકેટના નુકસાને 3 રન  હતો. ત્યાર બાદ અધૂરામાં પૂરું હાર્દિક પંડ્યાએ કસર પૂરી કરી દીધી અને તેણે આવીને ઉપરાછાપરી 3 વિકેટ લઈને શ્રીલંકાની ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. આ સાથે જ આ ભારત સામે શ્રીલંકાનો આજ સુધીનો સૌથી ઓછો સ્કોર બની ગયો હતો. આ પહેલા આ જ વર્ષે જાન્યુઆરીમાં ભારતે શ્રીલંકાને 22 ઓવરમાં 73 રને ઓલઆઉટ કરી દીધું હતું.

51 રનનો ટાર્ગેટ લઈને ભારતીય ટીમ રમવા ઉતરી હતી અને કેપ્ટન રોહિત શર્માએ યંગ ટેલેન્ટને ચાન્સ આપવાનું નક્કી કર્યું હતું અને તેણે પોતાની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગ કરવાનો ચાન્સ આપ્યો હતો. આવતાની સાથે જ ગીલ અને કિશનની જોડીએ તરખાટ મચાવી દીધો હતો અને - ઓવરમાં જ ભારતને એશિયા કપનું ટાઇટલ અપાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp