ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન

PC: twitter.com

વર્લ્ડ કપમાં ભારતના જબરદસ્ત પ્રદર્શન વચ્ચે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન થયું છે. 77 વર્ષીય બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર હતા. 1970ના દાયકામાં તેમની સ્પિનની ચર્ચા થતી હતી. તેઓ એ સમયની ચોકડી(બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન) કહેવાતી ટીમનો હિસ્સો હતા. બિશન સિંહ બેદીનો જન્મ 1946મા પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમણે 1966માં ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. 1979 સુધી તેઓ ટીમ ઈન્ડિયા માટે રમ્યા હતા.

બિશન સિંહ બેદીએ ભારતીય ટીમની કપ્તાની પણ કરી હતી. તેમણે ભારતીય ટીમ માટે 22 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તેમના રેકોર્ડની વાત કરીએ તો 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ તેમણે ચટકાવી છે. તેમણએ 1560 વિકેટ્સ સાથે પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરને પૂરું કર્યું હતું.

1960-70ના દશકમાં વિદેશી ખેલાડીઓ માટે તેઓ માથાનો દુખાવો બની ગયા હતા. તેમણે પોતાની ફ્લાઇટેડ લેગ બ્રેકના જાળમાં ભલભલા ક્રિકેટરોને ફસાવી દીધા હતા. પંજાબ માટે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરનારા બિશન સિંહ બેદીએ પોતાનો મોટા ભાગનો સમય ભારતીય ટીમ સિવાય દિલ્હીની રણજી ટીમ સાથે વિતાવ્યો છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ મેચથી પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. આ મેચ 31 ડિસેમ્બર, 1966ના રોજ રમાઈ હતી. આ મેચમાં તેમને એક ઈનિંગમાં બોલિંગ કરવાની તક મળી હતી, જેમાં તેમણે 2 વિકેટ્સ લીધી હતી. ત્યાર બાદ તેમણે 1974ના જુલાઈ મહિનામાં પહેલી વન-ડે મેચ રમી હતી, જે ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. તેમણે પોતાના કરિયરની છેલ્લી મેચ લંડનમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

તેમના બોલિંગ રેકોર્ડની વાત કરીએ તો તેમણે 67 ટેસ્ટ મેચમાં  266 વિકેટ્સ લીધી છે, જેમાં તેમણે 14 વાર 5 વિકેટ્સ લીધી છે. વન-ડેમાં 10 મેચમાં તેમણે 7 વિકેટ્સ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp