ઈંડો બાંગ્લા ફ્રેન્ડશીપ કપ 2023મા ભારતની વ્હીલચેર ટીમની ભવ્ય જીત

PC: khabarchhe.com

નેમીચંદ જાંગિડજીના માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ઈંડો બાંગ્લા ફ્રેન્ડશીપ કપ 2023 કે જે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, સુરત ખાતે 9, 10, 11 માર્ચના યોજાય હતી, તેનું સમાપન ભારતની વ્હીલચેર ટીમની ભવ્ય જીત સાથે થયું. ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમે 3-0 થી પ્રવાસી બાંગ્લાદેશને હરાવી ભારતનું અને દિવ્યાંગ કોમ્યુનિટીનું નામ રોશન કર્યું.

પ્રથમ મેચમાં બાંગ્લાદેશે 146 નો સ્કોર કર્યો હતો જે ભારતે સુરતના જ મનોજ સંસારકરના સ્ફોટક 80* ની મદદથી 17મી ઓવરમાં જ જીતી લીધી. બીજી મેચમાં બાંગ્લાદેશે ઉજ્જલ બૈરાગીના જોરદાર ઓલ રાઉન્ડર પ્રદર્શન થકી મજબૂત ફાઇટ આપી છતાંયે ભારતે 5 રનથી મેચ જીતીને સિરીઝ કબ્જે કરી.

બંને વ્હીલચેર ક્રિકેટ ટીમોએ પ્રથમ વખત ફ્લડ લાઇટમાં મેચ રમી અને બાંગ્લાદેશે મોહિબુલ ઇસ્લામના સ્ફોટક 80 ની મદદથી શાનદાર બેટિંગ કરતા 169 રન બનાવ્યા. ભારતની ટીમે માત્ર 1 વિકેટ ખોઈને મનોજ સંસરકર નાં શાનદાર 77* ની મદદથી માત્ર 18 ઓવરમાં મેચ જીતી લીધી. નોંધનીય છે કે બંને હાથોમાં ઇજા સાથે મનોજ બેટિંગ કરી રહ્યો હતો.

મેચના અંતે મનોજ સંસરકરને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મળ્યો તો સુરતના જ બીજા ખેલાડી પરશુરામ દેશલેને બેસ્ટ બોલરના ખિતાબથી નવાઝવામાં આવ્યો. ભારતના મોહમ્મદ આદિલે તેની ચપળ ફીલ્ડિંગથી બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મેળવ્યો તો બાંગ્લાદેશના મોહિબુલ ઇસ્લામને ગેમ ચેન્જર અને ઉજ્જવળ બૈરાગીને એકટીવ વ્હીલચેર દ્વારા બિરદાવવામાં આવ્યા.

ભારતના પૂર્વ ખેલાડી અને 2011ના વિશ્વકપ વિજેતા બોલર મુનાફ પટેલે હાજરી આપી લગભગ 1 કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ખેલાડીઓને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે જે રીતે ભારતમાં વુમન ક્રિકેટનો ઉદય થયો છે તે જ રીતે સુરત આ દિવ્યાંગ ખેલાડીઓને પ્લેટફોર્મ આપીને દિવ્યાંગ પ્રીમિયર લીગનો આગાઝ કરતુ હોય તેવું લાગી રહ્યું છે.

નેમીચંદ જાંગિડજી એ કહ્યું કે મોદીજીએ જ્યારથી દિવ્યાંગ શબ્દ વાપર્યો છે ત્યારથી આપણા દિવ્યાંગ ખેલાડીઓ માટે કૈંક કરી છૂટવાની નેમ સાથે આ ટુર્નામેન્ટ આયોજી હતી અને આગળ પણ આવા આયોજનો કરતા રહીશું.

માણસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેમીચંદ જાંગીડની આગેવાનીમાં સિદ્ધિવિનાયક ડેવેલોપર્સના રતનજી અને સુમિતજી ધારુકા એ બંને ટીમોની ટુર્નામેન્ટના સમયગાળાની ખાવા પીવાની જવાબદારીઓ લઇ લીધી તો GM રિઅલટીસના મનોજભાઈ અગ્રવાલ અને ગુડ્ડૂભાઈ પાલીવાલએ 45,000 ની એક એવી 12 વ્હીલચેર ખેલાડીઓને ભેટ આપકે જે એક ખુબ બિરદાવવા લાયક કામ છે.

સમગ્ર ટુર્નામેન્ટમાં દાતાઓએ પૈસાની બૌછાર કરી દીધી અને જેથી પ્રથમ વખત ખેલાડીઓ સારા એવા કેશ પ્રાઈઝમની લઈને ઘરે ગયા.

મેચનો આનંદ લેતા લેતા ધવલભાઈ પટેલે ભાગ લેનાર બંને ટીમના ખેલાડીઓને 90,000 જેવી માતબર ગિફ્ટ આપી તો અમી ચેરીટેબલ ટ્રસ્ટના અમિષાબેન અને તેમના મિત્રોએ 17,000ના કેશ પ્રાઈઝ અને ટુર્નામેન્ટની એક માત્ર સિક્સ ફટકારનાર મનોજ સંસારકારને 5100 આપ્યા હતા.

ટુર્નામેન્ટના ડિરેક્ટર હેતલબેન નાયક અને મસૂદ વોરાજી તેમજ સેવાભાવી હેમંત પટેલ (મુન્નાભાઈ) અને પલ્લવી પટેલ, ટેક્નિકલ બાબતોની દેખરેખ રાખનાર વિજય છૈરા, મુંબઈથી પધારેલ એન્કર નિશાળ કોરા, સુરતના એન્કર સચિન ઉમરીગર, ઉભરતા સિતારા ગૌરવ લખવાની, સન્ની સ્પોર્ટ્સના મહેન્દ્રભાઈ, હર્ષિલ ફિલ્મસિટીના અમીષ પટેલ, એમ્બેલિશ સલોનના અમિત ભાઈ, વૈશાલી ઉમરીગર, સંજયભાઈ પટેલ, અમિષા જોગીએ, કવિતા પરમાર, ઓમી લખવાની અને જોશ એપ્પનાં ગુજરાતના કર્તાહર્તા ચિરાગ શાહે હાજર રહી અથવા સેવા આપી એક અત્યંત સફળ ટુર્નામેન્ટના આયોજનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp