નેપાળ સામેની મેચ પહેલા કેએલ રાહુલ ફીટ થઇ ગયો, પણ શું ઈશાનની જગ્યા એને રમાડાય?

PC: twitter.com

ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે મેડિકલ ટીમે કેએલ રાહુલને ફિટ જાહેર કર્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ બાદ કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે?

ટીમ ઇન્ડિયાનો ખેલાડી ઇશાન કિશાને ઘણી વખત ક્રિક્રેટના ચાહકોને નિરાશ કર્યા છે, પરંતુ એશિયા કપ 2023ની ભારતની પાકિસ્તાન સામેની પહેલી મેચમાં ઇશાન કિશાને જે ધમાકેદાર બેટીંગ કરી અને તે પણ એવા સમયે જ્યારે ટીમ ઇન્ડિયાની ઇનિંગ મુશ્કેલીમાં હતી.

પાકિસ્તાન સામેની મેચમાં ઇશાન કિશને શાનદાર બેટીંગ પ્રદર્શન કરીને ચાહકોના દીલ જીતી લીધા હતા.ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર અને બેસ્ટમેન ઇશાન કિશને 81 બોલમાં 82 રન ફટકારી દીધા હતા.ઇશાનની આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 2 સિક્સર માર્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ આ ઇનિંગમાં ધમાકેદાર બેટીંગ કરી હતી.

પાકિસ્તાનની મેચ વખતે કે એલ રાહુલ અનફીટ હતો, પરંતુ હવે ફીટ થઇ ગયો છે. પરંતુ સવાલ એ છે કે હવે જ્યારે ઇશાને જબરદસ્ત બેટીંગ કરી છે ત્યારે કે એલ રાહુલનો ટીમ ઇલેવનમાં સમાવેશ થવો મુશ્કેલ થઇ ગયો છે. ભારતીય ટીમ હવે નેપાળ સામે 4 સપ્ટેમ્બરે મેચ રમવાની છે તેમાં કે એલ રાહુલનો સમાવેશ નહીં થાય તેવું જાણવા મળ્યું છે

પરંતુ હવે સવાલ એ છે કે, શું નેપાળ સામેની મેચમાં કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XIમા સ્થાન મળી જશે અને ઈશાન કિશનને ફરી બહાર બેસવું પડશે? ભારતીય ફેન્સ માટે તો સારી ખબર છે કે મેડિકલ ટીમે કેએલ રાહુલને ફીટ જાહેર કરી દીધો છે અને તે શ્રીલંકા પણ પહોંચી જશે, પરંતુ પાકિસ્તાન સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર ઈશાન કિશનનું શું? એનો શું વાંક, શું કેએલ રાહુલને લીધે ફરી એકવાર ઈશાન કિશનને બલિદાન આપવું પડશે કે, રોહિત ઈશાન કિશન સાથે જ રમવા ઉતરશે, એ તો નેપાળ સામેની મેચમાં જ ખબર પડશે.

IPL 2023 સીઝન દરમિયાન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાર બાદ તે મેદાનથી દૂર હતો. એશિયા કપ માટે કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ. પરંતુ પાકિસ્તાનની સામે મુકાબલા પહેલા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, કેએલ રાહુલ ઈજાને કારણે પહેલી 2 મેચોમાં નહીં રમી શકે. ભારતીય ટીમ હવે નેપાળ સાથે રમશે. ત્યારબાદ સુપર-4 રાઉન્ડની મેચ રમાશે, જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરના રોજ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp