ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો, મેક્સવેલ બાદ આ ખેલાડી પણ ઘરે નીકળી ગયો

વર્લ્ડ કપમાં સતત હાર બાદ જબરદસ્ત વાપસી કરનારી ઓસ્ટ્રેલિયન ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. એક દિવસ પહેલા જ સ્ટાર ઓલરાઉન્ડરનો ગોલ્ફ રમતી વખતે અકસ્માત થતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. આ ઝટકામાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર આવે ત્યાં બીજો ઝટકો ઓસ્ટ્રેલિયન ટીમને લાગી ગયો છે. ટીમનો સ્ટાર ખેલાડી મિચેલ માર્શ પણ ટીમની બહાર થઈ ગયો છે. મિચેલ માર્શને અચાનક ઘરે જવું પડ્યું છે. ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ખેલાડીને અંગત કારણોસર પાછું ઓસ્ટ્રેલિયા જવું પડ્યું છે. ટીમ છોડીને ઘરે જવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ આનાથી ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે ક્વોલિફિકેશનની રેસ રસાકસી વાળી થઈ શકે છે, ઓસ્ટ્રેલિયાને લાગેલા આ ઝટકાથી પાકિસ્તાનની ટીમના પણ ચાન્સ વધી જાય છે, કારણ કે આ બે ખેલાડીના ન રમવાથી ટીમ થોડી નબળી થઈ ગઈ છે.
Mitch has returned home for personal reasons and is out of the World Cup indefinitely. pic.twitter.com/jIy2LGJkcI
— Cricket Australia (@CricketAus) November 2, 2023
ભારતમાં વન-ડે વર્લ્ડકપની મેચો ચાલી રહી છે એ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક ક્રિક્રેટરને ગોલ્ફ રમતી વખતે અકસ્માત નડ્યો છે જેને લીધે ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો પડ્યો છે, કારણકે ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ ખેલાડીને બહાર કરાયો છે. હજુ 7 દિવસ પહેલાં જ આ ખેલાડીએ 40 બોલમાં તોફાની સદી ફટકારી હતી.
વર્લ્ડ કપ 2023ની વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે અને એક સ્ટાર ક્રિકેટરનો અચાનક અકસ્માત થયો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચ 4 નવેમ્બરે મેચ રમાવવાની છે, પરંતુ એ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો મળ્યો છે. મેક્સવેલને ઇજા થતા તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો છે.
Glenn Maxwell won't play against England after falling off a golf cart.
— cricket.com.au (@cricketcomau) November 1, 2023
More from @LouisDBCameron 👇
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ગોલ્ફ કાર્ટમાંથી પડી જવાને કારણે ઈજાને કારણે 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ લીગ મેચ રમી શકશે નહીં. Cricket.com.auએ અહેવાલ આપ્યો છે કે મેક્સવેલ જ્યારે ગોલ્ડ કાર્ટ પર બેઠો હતો ત્યારે પડી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ ડોનાલ્ડે કહ્યું, ક્લબ હાઉસથી ટીમ બસમાં પરત ફરતી વખતે ગ્લેન મેક્સવેલ કાર્ટના પાછળના ભાગેથી ઉતરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો.મેક્સવેલને માથાના ભાગમાં ઇજા પહોંચી છે અને તે ઇંગ્લેન્ડ સામેની મેચ નહીં રમી શકે.
ગ્લેન મેક્સવેલને સાજા થવામાં 6 થી 8 દિવસ લાગી શકે છે. આવી સ્થિતિમાં તેના પર 7મી નવેમ્બરે રમાનારી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામેની મેચમાંથી બહાર થવાનું જોખમ પણ છે. ગ્લેન મેક્સવેલની ઈજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે સૌથી મોટો ફટકો છે. હવે ગ્લેન મેક્સવેલના વર્લ્ડ કપ 2023માં રમવા પર સસ્પેન્સ ઉભું થયું છે. તાજેતરમાં જ નેધરલેન્ડ સામેની મેચમાં ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.
ગ્લેન મેક્સવેલ અત્યાર સુધીમાં વર્લ્ડકપ 2023ની 6 મેચોમાં કુલ 196 રન બનાવી ચૂક્યો છે, જેમાં એક સદી પણ સામેલ છે. ગ્લેન મેક્સવેલે 25 ઓક્ટોબરે નેધરલેન્ડ સામેની મેચમાં 40 બોલમાં સદી ફટકારી દીધી હતી, જેમાં 8 સિક્સર અને 9 ચોગ્ગા સામેલ હતા. મેક્સવેલે 240.91ની સ્ટ્રાઇક રેટથી 106 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp