હાર બાદ શુભમન વિશે રોહિતે એવું કહ્યું કે એ પોતે જ હસી પડ્યો

PC: BCCI

મેચ બાદ રોહિત શર્માએ શુભમન ગીલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, શુભમન ગીલને શ્રેય આપવો જોઈએ, તે શાનદાર ફોર્મમાં છે અને મને આશા છે કે તે આને જાળવી રાખશે. આ બોલ્યા બાદ રોહિત હસી પડે છે અને ઈન્ટરવ્યૂ લેનાર પણ હસી પડે છે. રોહિત આગામી વર્લ્ડ કપ અને WTC ફાઇનલમાં પણ આ પ્રદર્શન જાળવી રાખે તેને લઇને શુભમન ગીલને કહેતો હતો, એવું માનવામાં આવે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે પૂર્ણાહૂતિના આરે છે અને માત્ર ફાઇનલ મેચ જ બચી છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાયેલી બીજી ક્વાલફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2023થી બહાર થઈ ગઈ છે અને હવે ગુજરાત ટાઈટન્સ 28 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ક્વાલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સને મળેલી હારને લઈને કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, વિકેટ બેટિંગ માટે સારી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સે 20-25 રન વધારે બનાવી દીધા હતા. એ સિવાય રોહિત શર્માએ એમ પણ કહ્યું કે, તેમની ટીમ બેટિંગના સમયે પાર્ટનરશિપ બનાવી ન શકી અને આ કારણે હારનો સામનો કરવો પડ્યો. ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનથી હરાવી દીધી.

પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલની વિસ્ફોટક સદીની મદદથી સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 233 રનનો વિશાળ સ્કોર વિરોધી ટીમ સામે ઊભો કર્યો હતો. શુભમન ગિલે 60 બૉલમાં 7 ફોર અને 10 સિક્સની મદદથી 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 18.2 ઓવરમાં 171 રન પર જ સમેટાઇ ગઈ. આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવમાં સફળ રહી. તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ.

મેચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, તેમની ટીમથી ક્યાં ભૂલ થઈ ગઈ. તેણે કહ્યું કે, એ ખૂબ મોટો ટોટલ હતું અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. વિકેટ બેટિંગ માટે ખૂબ સારી હતી અને ગુજરાત ટાઈટન્સે 25 રન એકસ્ટ્રા બનાવી દીધા હતા. જ્યારે અમે ટારગેટનો પીછો કરવા ઉતર્યા તો રન ચેઝને લઈને ખૂબ પોઝિટિવ હતા, પરંતુ વધુ પાર્ટનરશિપ ન કરી શક્યા. કેમરન ગ્રીન અને સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી, પરંતુ અમે ટારગેટ સુધી ન પહોંચી શક્યા. પાવરપ્લેમાં અમે સારી વિકેટ્સ ગુમાવી દીધી અને આ પ્રકારે મોમેન્ટમ ન હાંસલ કરી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp