કોહલી-રોહિત-બૂમરાહ નહીં આ ખેલાડીને ઓસ્ટ્રેલિયન ટીમે કહ્યો પોતાના માટે મોટો ખતરો

PC: twitter.com

ભારત સામે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ભારતનો કયો ખેલાડી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક છે, તે અંગે ચર્ચા કરી હતી. પેટ કમિન્સે કહ્યું હતું કે, ભારતીય ટીમ દરેક તબક્કે શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમે જાણો છો કે એક ખેલાડી છે, જે ટુર્નામેન્ટની શરૂઆતમાં નહોતો રમ્યો, પણ પછી તેણે ભારત માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું, એ છે મોહમ્મદ શમી, તે એક ક્લાસ બોલર છે. એટલે હા, એક શાનદાર બોલર છે અને અમારા એ ખરેખર ખતરો પણ છે. પરંતુ અમારા બોલરો પણ પડકાર લેવા માટે તૈયાર છે. અમે પહેલા પણ આવું કર્યું છે. શમી અસાધારણ ખેલાડી છે, કમિન્સનું માનવું છે કે, સ્પિનરોમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને પણ અમે હળવાશમાં નથી લેવાના. ઉલ્લેખનીય છે કે, શમીએ આ વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરતા 23 વિકેટ્સ લીધી છે.

ભારત સામે મહામુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે એવી વાત કરી દીધી છે, જે તેને કદાચ કાલે ભારે પડી શકે છે. મેચની પૂર્વ સંધ્યાએ મીડિયાએ 1,32,000 લોકો સામે રમવાનું દબાણ કેવું છે તેના પર વાત કરતા પેટ કમિન્સે કહ્યું હતું કે, સ્પોર્ટ્સમાં ઘરેલું ટીમને સપોર્ટ મળવો સામાન્ય વાત છે. પરંતુ પોતાના પ્રદર્શનથી સ્ટેડિયમમાં સન્નાટો પસરી દેવાનું જે સુખ છે તેનાથી સંતુષ્ટિભરી વાત કોઈ નથી હોતી. કાલે અમારું લક્ષ્ય આ જ હશે. કમિન્સે કહ્યું હતું કે, અમે ભારતમાં ઘણું રમીએ છીએ, એટલે દર્શકોનું ચીયર્સ કોઈ મોટી વાત નથી. હા, મને લાગે છે કે આ સ્તર પર એ ઘણું વધું હશે, જેનો અમે પહેલા અનુભવ કર્યો છે. પરંતુ આ કંઈ એવું નહીં હોય, જેનો અમને પહેલા અનુભવ નહીં હોય.

કમિન્સે કહ્યું કે, થોડા સમય પહેલા સુધી અમે બધા બાળકો હતા, અમુક મહાન ટીમોને 1999, 2003, 2007 વર્લ્ડ કપ જીતતા જોઈ રહ્યા હતા. કાલે અમારી પાસે એ અવસર છે, જે ખરેખર રોમાંચક છે. કેપ્ટનરૂપે આ શાનદાર ખેલાડીઓ સાથે ટ્રોફી ઉઠાવવી મારા માટે સૌભાગ્યની વાત હશે. આ અદભુત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp