વેસ્ટ ઈન્ડીઝ સામે સીરિઝ હાર્યા બાદ રાહુલ દ્રવિડે જાણો શું કહ્યું

વેસ્ટ ઇન્ડીઝ સામે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે નિવેદન આપ્યું હતું. દ્રવિડે કહ્યું કે, જે ટીમ આપણે ઉતારી હતી, તેનાથી આપણને તે છૂટ ન મળી જેનાથી આપણે ટીમ સંયોજનમાં ફેરફાર કરી શકીએ. પણ મારું માનવું છે કે, અમુક ક્ષેત્ર એવા છે કે, જેમાં આપણે સારું કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, બેટિંગ સુધરાવી એ એક એવું ક્ષેત્ર છે કે, જેમાં આપણે કામ કરી શકીએ. અમે પોતાની તરફથી દરેક સંભવ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. પણ, નિશ્ચિત રૂપે આ એક એવું ક્ષેત્ર છે કે, જેના પર આપણે ધ્યાન આપી શકીએ છીએ. આપણે પોતાની બોલિંગને નબળી ન કરી શકીએ. પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે, આપણી બોલિંગમાં ઉંડાણ હોય.
તેનાથી વિપરિત વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં ઓલરાઉન્ડરની ભરમાર છે તથા એલઝારી જોસેફ 11મા નંબર પર બેટિંગ માટે ઉતરી રહ્યો હતો. દ્રવિડે કહ્યું કે, આ પ્રારુપમાં સ્કોર સતત મોટા થઇ રહ્યા છે. જો તમે વેસ્ટ ઇન્ડીઝને જુઓ તો એલઝારી જોસેફ 11મા નંબર પર બેટિંગ માટે ઉતરે છે અને તે લાંબા હિટ મારી શકે છે. તેથી એવી કંઇ ટીમ છે જેની બેટિંગમાં ઉંડાણ છે.
તેમણે કહ્યું કે, નિશ્ચિત રૂપે આ મામલે અમારી સામે એવા પડકારો છે અને અમારે તેના પર કામ કરવાની જરૂર છે. આ સીરિઝે નિશ્ચિત રૂપે અમને એ બતાવ્યું કે, અમારે પોતાની નીચલા ક્રમની બેટિંગને મજબૂત કરવી પડશે. તિલક વર્મા, યશસ્વી જયસવાલ અને મુકેશ કુમારે આ T20 સીરિઝમાં પદાર્પણ કર્યું અને દ્રવિડ આ ત્રણેના પ્રદર્શનથી પ્રભાવિત છે. દ્રવિડે કહ્યું કે, મારું માનવું છે કે, પદાર્પણ કરનારા ત્રણે ખેલાડીઓએ પદાર્પણમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. યશસ્વી જયસવાલે ચોથી મેચમાં શાનદાર ઇનિંગ રમી. તેણે બતાવ્યું કે, જે તેણે IPLમાં કર્યું હતું તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરી શકે છે.
તેણે કહ્યું કે, તિલક વર્માએ મધ્યક્રમમાં વાસ્તવમાં સારું પ્રદર્શન કર્યું. તેણે અમુક અવસરો પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગની તુલના કરી પણ તેનાથી પોતાના ઇરાદા બતાવ્યા અને સકારાત્મક બેટિંગ કરી. મુકેશે આ સમયમાં દરેક પ્રારુપોમાં પદાર્પણ કર્યું અને મને લાગે છે કે, તેણે ઘણી સારી રીતે સામંજસ્ય બતાવ્યું. એશિયા કપ અને વર્લ્ડ કપથી પહેલા હવે એક દિવસીય ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને દ્રવિડે સંકેત આપ્યા કે, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર સહિત ચોટિલ ખેલાડીઓને એશિયા કપમાં મોકો આપી શકે છે. તેમણે કહ્યું કે, અમારા અમુક ખેલાડીઓ ઇજામાંથી ઉભર્યા બાદ વાપસી કરી રહ્યા છે. અમારે તેમને એશિયા કપમાં મોકો આપવો પડશે. એશિયા કપ માટે 23મી ઓગસ્ટથી બેંગલોરમાં અમારું એક સપ્તાહનું શિવિર શરૂ થશે. અમે તેના પર ફોકસ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp