રોહિત મેદાન બહાર પણ એવું કામ કરે છે જે જાણીને તમે કહેશો વાહ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની જોરદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવી છે. તે લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. રોહિત શર્માને આખી દુનિયા હિટમેન તરીકે ઓળખે છે.
તે મેદાનમાં જેટલો આક્રમક દેખાય છે, તેટલો જ રિયલ લાઈફમાં તે ખૂબ જ નરમ દિલનો છે. ટીમ ઈન્ડિયાનો આ ઓપનિંગ બેટ્સમેન સામાજિક કાર્યોમાં પણ આગળ છે. તેણે આ દુનિયાને સુંદર બનાવવા માટે ઘણી વખત ઘણા સારા સારા કામો કર્યા છે. તો ચાલો આ બાબતે આજે અમે તમને જણાવીએ કે, રોહિતે દુનિયાને રહેવા લાયક બનાવવા માટે કયા કયા ઉમદા કાર્યો કર્યા છે.
સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના કચરાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જ્યારે આ પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે તે માત્ર દરિયાઈ જીવો માટે જ નહીં પરંતુ આપણા માટે પણ ખતરો બની જાય છે. તેને ઘટાડવા માટે રોહિત શર્માએ એડિડાસ સાથે મળીને ખાસ કપડાં લોન્ચ કર્યા. આ ખાસ કપડાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા હતા.
રોહિત શર્માએ PETA સાથે મળીને બેઘર બિલાડીઓ અને કૂતરાઓની નસબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમની સંખ્યાને નિયંત્રિત કરીને, બેઘર પ્રાણીઓની સમસ્યા હલ કરી શકાય છે. આ માટે તેણે એક જાહેરાત શૂટ કરી હતી. તેમજ રખડતા પશુઓને નુકશાન ન કરવા અપીલ કરી હતી.
રોહિત શર્માએ કેન્યામાં જંગલી પ્રાણીઓને બચાવવા માટે શિકાર વિરોધી અભિયાન ચલાવ્યું. તેનો હેતુ જંગલી પ્રાણીઓને બચાવવાનો હતો. આ અભિયાનમાં હોલિવૂડ સ્ટાર્સ મેટ લે બ્લેન્ક અને સલમા હાયકે પણ તેને સપોર્ટ કર્યો હતો.
રોહિત શર્માએ ગેંડાના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવ્યું છે. તે IPLમાં ગેંડા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ શૂઝ પહેરીને પણ જોવા મળ્યો હતો. 2019માં રોહિતે Rohit4Rhinos અભિયાન પણ કર્યું હતું.
We need our country back on feet & the onus is on us. I’ve done my bit to donate 45lakhs to #PMCaresFunds, 25lakhs to #CMReliefFund Maharashtra, 5lakhs to @FeedingIndia and 5lakhs to #WelfareOfStrayDogs.Let’s get behind our leaders and support them @narendramodi @CMOMaharashtra
— Rohit Sharma (@ImRo45) March 31, 2020
2020માં જ્યારે આખો દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા આગળ આવ્યો અને દાન આપ્યું. રોગચાળા દરમિયાન, તેમણે PM કેર્સ ફંડમાં રૂ. 45 લાખ, CMના રાહત ફંડમાં રૂ. 25 લાખ, ફીડિંગ ઇન્ડિયાને રૂ. 5 લાખ અને રખડતા કૂતરાઓના કલ્યાણ ફંડમાં રૂ. 5 લાખનું દાન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp