26th January selfie contest

સ્ટેડિયમમાં હાજર હતા સચિન તેંદુલકર પણ દીકરા અર્જૂનની મેચ ન જોઈ, જણાવ્યું કારણ

PC: twitter.com

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરના દીકરાએ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમા ડેબ્યૂ કર્યું હતું. સચિન માટે આ ખૂબ જ ગૌરવની પળ હતી, પરંતુ તેમણે તેમના દીકરાને રમતા જોયો નહોતો. સચિન તેંદુલકર મેચ દરમિયાન મેદાનમાં જ હતા. તેઓ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયેલા છે. તેઓ ટીમના આઇકોન છે અને તેઓ ડ્રેસિંગ રૂમમાં બેછા હતા, પરંતુ તેમણે અર્જૂન તેંદુલકરને રમતો જોયો નહોતો.

મેચ બાદ અર્જૂન તેંદુલકરે કહ્યું હતું કે, આ તેમના માટે ખાસ મેચ હતી. આ ખરેખર મહાન ક્ષણ હતી. એ ટીમ માટે IPL ડેબ્યુ કરવું ખાસ હતું, જે ટીમને 2008થી તેણે સપોર્ટ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મને કેપ આપી, તે પણ મારા માટે મોટી ક્ષણ હતી.

મેચ બાદ સચિન તેંદુલકરે જણાવ્યું કે, આ મારા માટે એક નવો અનુભવ હતો. કારણ કે અત્યારસુધી હું ક્યારેય તેની મેચ જોવા મેદાન પર નહોતો ગયો. બસ હું એવું ઈચ્છતો હતો કે તે આઝાદી સાથે રમે અને પોતાને એક્સપ્રેસ કરે, જે પણ તે કરવા માટે છે. આજે પણ હું ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો, કારણ કે હું નહોતો ઇચ્છતો તે પોતાની યોજનાથી ભટકે, સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર જોઈને એ ચોંકી જાય કે હું મેચ જોઈ રહ્યો છું, એવું હું નહોતો ઈચ્છતો. હું ડ્રેસિંગ રૂમમાં અંદર હતો.

ડેબ્યૂ કરીને અર્જૂન તેંદુલકરે બનાવ્યો રેકોર્ડ, બહેન સારા ભાઈને જોવા આવી

ઇન્ડિયન પ્રીમિયર લી (IPL)માં સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકરનું ડેબ્યૂ થઈ ગયું છે. 2 વર્ષ લાંબી રાહ જોયા બાદ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અર્જૂન તેંદુલકરને તેની પહેલી કેપ આપી દીધી છે. 16 એપ્રિલ રવિવારના રોજ અર્જૂન તેંદુલકરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વિરુદ્ધ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી. મુંબઈ ઇન્ડિયન્સે વર્ષ 2021માં 20 લાખ રૂપિયામાં અર્જૂન તેંદુલકરને ખરીદ્યો હતો. વર્ષ 2022માં તેને ફરીથી 30 લાખ રૂપિયામાં ખરીદી લીધો હતો. અર્જૂનના પિતા અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટર છે.

અર્જૂન તેંદુલકરને પહેલી કેપ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પોતે આપી. ડેબ્યૂ થતા જ અર્જૂન તેંદુલકરે શાનદાર શરૂઆત કરી. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીત્યો અને રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચની પહેલી જ ઓવર અર્જૂન તેંદુલકરને પકડાવી દેવામાં આવી. આ ઓવરમાં અર્જૂન તેંદુલકરે સારી લાઇન અને લેન્થ દેખાડી અને 4 રન આપ્યા. ચોથા બૉલ પર કોલકાતા નાઈટ રાઈડર્સને એક લેગ બાય રન પણ મળ્યો. જો કે, બીજી ઓવરમાં અર્જૂન તેંદુલકર થોડો મોંઘો સાબિત થયો.

વેંકટેશ ઐય્યરે તેની બોલિંગ પર એક ફોર અને એક સિક્સ લગાવી દીધો. આ ઓવરમાં અર્જૂન તેંદુલકરે કુલ 13 રન આપ્યા. મેચ જોવા માટે અર્જૂનની બહેન સારા તેંદુલકર પણ પહોંચી હતી. અર્જૂન તેંદુલકર પર પૂર્વ ઇન્ડિયન કેપ્ટન, પૂર્વ BCCI અધ્યક્ષ અને સચિન તેંદુલકરના મિત્ર સૌરવ ગાંગુલી તેના પર ટ્વીટ પણ કરી છે. સૌરવ ગાંગુલીએ લખ્યું કે, ‘અર્જૂનને મુંબઈ માટે રમતો જોવો શાનદાર, તેના ચેમ્પિયન પિતાને કેટલો ગર્વ થઈ રહ્યો હશે. મારી તરફથી ઓલ ધ બેસ્ટ.’

હરભજન સિંહે પણ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે, ‘ગુડ લક, અર્જૂન તેંદુલકર. આ પાજી અને તેમના પરિવાર માટે ખૂબ ખાસ પળ છે. મેં જોયું છે, તે મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરીને રમવાનું સપનું જોતા મોટો થયો છે. સારી રીતે રમ, અર્જૂન.’  ઈરફાન પઠાણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘10 વર્ષ બાદ, પિતા બાદ દીકરો પણ એ જ ટીમ માટે રમવા ઉતરી રહ્યો છે. તે IPLમાં ઇતિહાસ છે. અર્જૂન તેંદુલકરે, ગુડ લક.’

IPLમાં ઘણા ભાઈઓએ ક્રિકેટ રમી છે, પરંતુ સચિન-અર્જૂન તેંદુલકર પહેલી પિતા-પુત્રની જોડી છે, જેણે IPLમાં ક્રિકેટ રમી હોય. વધુ એક રસપ્રદ સંયોગ જાણી લો કે, સચિન તેંદુલકરે એપ્રિલ 2009માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ IPLમાં પોતાની પહેલી ઓવર નાખી હતી. અર્જૂન તેંદુલકરે એપ્રિલ 2023માં પોતાની પહેલી ઓવર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જ નાખી. તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 5 રન જ બનાવી શકી.

ડિસેમ્બર 2022મા અર્જૂન તેંદુલકરે ડોમેસ્ટિક સર્કિટના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. મંગળવાર 13 ડિસેમ્બરના રોજ તેણે રણજી ટ્રોફીની એલિટ ગ્રુપ-Cની મેચમાં ગોવા માટે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. પોરવોરિમના ગોવા ક્રિકેટ એસોસિએશન અકાદમી ગ્રાઉન્ડમાં રાજસ્થાન વિરુદ્ધ મેચમાં અર્જૂન તેંદુલકરને ટીમ માટે પહેલી વખત રમવાનો ચાંસ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp