સેહવાગના મતે યો-યો ટેસ્ટ પહેલા હોત તો સચિન સહિત આ 3 ખેલાડી ક્યારેય પાસ ન થાત

યો-યો ટેસ્ટ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. વર્ષની શરૂઆતમાં આયોજિત સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો લેતા BCCIએ ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે યો-યો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આવી સ્થિતિમાં હવે આ ટેસ્ટ પાસ કરનાર ખેલાડીઓ ટીમમાં જગ્યા બનાવી શકશે. આ દરમિયાન આ ટેસ્ટ સંબંધિત ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દર સેહવાગનું એક વર્ષ પહેલાનું એક નિવેદન વાયરલ થયું છે.

વિરેન્દર સેહવાગ તેના નીડર નિવેદનો આપવા માટે જાણીતો છે અને ફરી એકવાર તેણે એમ જ કર્યું છે. ભારતીય ટીમમાં ફિટનેસને વધારે મહત્ત્વ આપવાને લઈને વિરેન્દર સેહવાગ સહમત નથી. તેનું કહેવું છે કે ક્રિકેટમાં ફિટનેસ મહત્ત્વની છે, પરંતુ તેનાથી વધારે જરૂરી ખેલાડીની સ્કીલ છે. જો યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ કોઈ ખેલાડીને ભારતીય ટીમમાં જગ્યા મળશે, તો એ ખોટું છે, સેહવાગે સાથે જ એમ પણ કહ્યું કે જો યો-યો ટેસ્ટ પહેલા હોત તો સચિન તેંદુલકર, વી.વી.એસ. લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી પાસ ન થાત.

વિરેન્દર સેહવાગે ક્રિકબઝ પર વાતચીત દરમિયાન કહ્યું કે અશ્વિન અને ચક્રવર્તી કદાચ એટલે રમી રહ્યા નથી, કેમ કે તેમનાથી યો-યો ટેસ્ટ પાસ થઈ નથી, પરંતુ હું આ વસ્તુઓમાં નથી માનતો, કેમ કે સિલેક્શનનું આજ પ્રમાણ હોત તો સચિન તેંદુલકર, વી.વી.એસ. લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી ક્યારેય પાસ ન થાત. મેં પોતાની સામે બીપ ટેસ્ટમાં આ ત્રણેય ખેલાડીઓને પાસ થતા નથી જોયા. બીપ ટેસ્ટમાં 12.5 સ્કોર લાવવાનો રહેતો હતો, પરંતુ સચિન તેંદુલકર, વી.વી.એસ. લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી 10 કે 11 સ્કોર લાવતા હતા, પરંતુ આ ખેલાડીઓની સ્કીલ ખૂબ સારી હતી.

વિરેન્દર સેહવાગે આગળ કહ્યું કે, મને લાગે છે કે સ્કીલ વધારે જરૂરી વસ્તુ છે. જો તમારી ટીમ ફિટ છે અને તમે મેચ હારી રહ્યા છો અને ખેલાડીઓમાં સ્કીલનો અભાવ છે તો એ ખોટું છે. મને લાગે છે કે જેની બોલિંગ કે બેટિંગ સારી છે તેને રમાડવા જોઈએ, કેમ કે મુશ્કેલ સમયે સફળતા મેળવશે અને ફિલ્ડિંગ માટે તો ફિટ જ છે તે. તમે ખેલાડીની ફિટનેસ ધીરે ધીરે સારી કરી શકો છો. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ આ વાતથી સહમત દેખાયા. તેણે કહ્યું કે જો તમે રસોઇયો શોધી રહ્યા છો તો તમે તેની રસોઈ બનાવવાની સ્કીલ જોશો, ન કે તેને પહેલા દોડાવશો અને જ્યારે તે પાસ થશે તો ખાવાનું બનાવવાની સ્કીલ જોશો. મને લાગે છે કે સ્કીલ સૌથી જરૂરી વસ્તુ છે અને ફિટનેસ એ પછી.

યો-યો ટેસ્ટ શું છે? યો-યો ટેસ્ટ બીપ ટેસ્ટમાં વેરીએન્ટ કરેલી નવી ટેસ્ટ છે. યો-યો ટેસ્ટ એક રીતેની ફિટનેસ ટેસ્ટ છે, જે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, રબ્બી જેવી રમતોમાં થાય છે. આ ટેસ્ટનું મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓની સ્ટેમીના તપાસ અને ફિટનેસ પારખવાનું છે. ગયા વર્ષે જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચે એ જાહેરાત કરી દીધી છે કે હવે ક્રિકેટમાં માત્ર ફિટ ખેલાડીઓને જ જગ્યા આપવામાં આવશે. તેની સાથે ફિટનેસ કોચ શંકર વાસુએ પણ બધા ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ અનિવાર્ય કરી દીધી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.