શબનિમે મહિલા ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંક્યો, WPLમાં બનાવ્યો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનિમ ઈસ્માઈલે મહિલા ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બોલિંગ કરતી વખતે 130 Km પ્રતિ કલાકની સ્પીડ પાર કરનાર તે પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. શબનિમે મંગળવારે દિલ્હીમાં આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની WPL 2024ની મેચમાં ઈસ્માઈલે 132.1 કિલોમીટર પ્રતિ કલાક (82.08 mph)ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે પ્રસારણ પરની સ્પીડ-ગન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઈસ્માઈલ WPLમાં મુંબઈની ટીમ તરફથી રમી રહી છે.
મેચની ત્રીજી ઓવરમાં શબનિમે ફેંકેલો બીજો બોલ હવે મહિલા ક્રિકેટના રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયો છે. ઈસ્માઈલે તેને કેપિટલ્સના કેપ્ટન મેગ લેનિંગ તરફ ફેંક્યો, લેનિંગ આ બોલ રમવાનું ચૂકી ગઈ, તે બોલ આગળના પેડ પર વાગ્યો.
મુંબઈએ ત્યાર પછી LBW માટે અપીલ કરી હતી, પરંતુ તે નકારી દેવામાં આવી હતી.ઈનિંગ્સના અંતે જ્યારે શબનિમને પૂછવામાં આવ્યું કે, શું તે તેના સૌથી ઝડપી બોલ વિશે જાણે છે, તો ઈસ્માઈલે કહ્યું કે, જ્યારે તે બોલિંગ કરે છે, ત્યારે તે મોટા પડદા તરફ જોતી નથી.
ઇસ્માઇલે WPL 2024 ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં કેપિટલ્સ સામે પણ 128.3 Km પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ઈજાને કારણે તે મુંબઈ માટે કેટલીક મેચો રમી શકી ન હતી, પરંતુ 5 માર્ચના રોજ એક્શનમાં પરત ફરી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલનો રેકોર્ડ પણ ઈસ્માઈલના નામે છે, તેણે 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 128 Km પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. 2022 ODI વર્લ્ડ કપમાં પણ તેણે બે વખત 127 kmphની સ્પીડ પાર કરી હતી.
જોકે, મંગળવારે ઈસ્માઈલ પોતાના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનથી દૂર હતો. તેણે ચાર ઓવર નાખી, જેમાં તેણે 46 રન આપીને 1 વિકેટ લીધી.
1️⃣0️⃣0️⃣․2️⃣ MPH! ⚡️#OnThisDay in 2003, @shoaib100mph broke the 100mph mark against England at the @cricketworldcup! 🇵🇰 pic.twitter.com/XLkIeCDqBZ
— ICC (@ICC) February 22, 2019
35 વર્ષીય ઈસ્માઈલે મે 2023માં 16 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 317 વિકેટ માટે 241 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 127 ODI, 113 T20I અને એક ટેસ્ટનો સમાવેશ થાય છે. તે હવે વિશ્વભરની T20 લીગમાં રમી રહી છે.
A historic day as Shabnim Ismail delivers the fastest delivery ever recorded in women's cricket 🤯
— ICC (@ICC) March 6, 2024
Details 👇https://t.co/l6AWuDcSyt
મેચમાં દિલ્હી કેપિટલ્સે 192/4નો મોટો સ્કોર બનાવ્યો હતો. દિલ્હીની જેમિમાહ રોડ્રિગ્ઝે 33 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈની ટીમ 20 ઓવરમાં 163/8 રન જ બનાવી શકી, આમ દિલ્હી 29 રને જીતી ગયું. WPL 2024ના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ અત્યારે ટોપ પર છે. દિલ્હીએ 5માંથી 4 મેચ જીતી છે, તેના 8 પોઈન્ટ છે, તેનો નેટ રન રેટ 1.301 છે.
A historic day as Shabnim Ismail delivers the fastest delivery ever recorded in women's cricket 🤯
— ICC (@ICC) March 6, 2024
Details 👇https://t.co/l6AWuDcSyt
જો કે, પુરૂષ ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ન્યૂલેન્ડ્સ, દક્ષિણ આફ્રિકામાં રમાયેલી મેચમાં 100.23 mph (161.3 km/h)ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે હજુ પણ ક્રિકેટ ઇતિહાસમાં નોંધાયેલો સૌથી ઝડપી બોલ છે. તેણે આ બોલ ઈંગ્લેન્ડના બેટ્સમેન નિક નાઈટને ફેંક્યો હતો. લિયાના બ્રેટ લી અને શોન ટેટ અખ્તરના રેકોર્ડની થોડી નજીક આવ્યા, પરંતુ તેને તોડવામાં નિષ્ફળ ગયા. શોએબ ઉપરાંત બ્રેટ લી અને ટેટ એવા લોકોમાં સામેલ છે, જેઓ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp