શાહીન આફ્રિદીનો લવારો, બોલ્યો- આખી મેચ રમાઈ હોત તો અમે જીતી ગયા હોત

એશિયા કપનો ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પહેલી બેટિંગ કરતા ભારતે 266 રન બનાવ્યા હતા, પરંતુ પછી વરસાદ સતત ચાલુ જ રહેતા છેવટે મેચને રદ્દ કરી દેવામાં આવી હતી અને બંને ટીમને એક એક પોઈન્ટ વહેંચી દેવામાં આવ્યો હતો. આ મેચમાં 4 વિકેટ લેનારા પાકિસ્તાની શાહીન શાહ આફ્રિદીએ એવું નિવેદન આપ્યું હતું કે, ભારતીય ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Pakistan Cricket (@therealpcb)

મેચ રદ્દ થયા બાદ શાહીન શાહ આફ્રિદીએ કહ્યું હતું કે, મારી કોશિશ એવી હતી કે, નવા બોલથી ટીમને વિકેટ અપાવું. બીજીવાર મેં તે કરી બતાવ્યું અને ટીમને બે વિકેટ જલદી અપાવી દીધી. ત્યાર બાદ ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા વચ્ચે એક મોટી પાર્ટનરશીપ બની હતી. એ સમયે હાર્દિક પંડ્યાની વિકેટ મહત્ત્વપૂર્ણ હતી. મેચ થઈ તો નહીં, પરંતુ જો પૂરી મેચ રમાઈ હોત તો રિઝલ્ટ અમારા હાથમાં જ હોત. પરંતુ મૌસમને લઈને અમે કંઇ કરી ન શકીએ, પરંતુ અમારી એક ઈનિંગની પરફોર્મન્સ ખૂબ જ સારી રહી હતી.

ભારત-પાકિસ્તાન મેચમાં લાગી રેકોર્ડ્સની લાઇન

એશિયા કપ 2023માં 2 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનું કોઈ પરિણામ ન નીકળી શક્યું. પલ્લેકેલમાં થયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને જીત માટે 267 રનોનો ટારગેટ આપ્યો હતો, પરંતુ સતત વરસાદના કારણે પાકિસ્તાની ઇનિંગમાં એક પણ બૉલ ન ફેકાયો. પરિણામે બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા. ભારત પોતાની અંતિમ ગ્રુપ મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ વિરુદ્ધ રમશે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાનો જલવો જોવા મળ્યો.

હાર્દિક પંડ્યાએ 90 બૉલમાં 87 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ રહ્યા. તો ઇશાન કિશને 82 રન બનાવ્યા. ઇશાન કિશને 81 બૉલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 138 રનોની પાર્ટનરશિપ કરી. આ પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે મેચમાં ભારત તરફથી પાંચમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ રહી. હાર્દિક અને કિશને રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફનો રેકોર્ડ તોડી દીધો. દ્રવિડ-કેફની જોડીએ વર્ષ 2005માં કાનપુર વન-ડેમાં પાંચમી વિકેટ માટે 135 રન જોડ્યા હતા.

એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચમાં પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે આ બીજી સૌથી મોટી પાર્ટનરશિપ રહી. આ બાબતે ઈમરાન ખાન અને જાવેદ મિયાદાદની જોડી પહેલા નંબર પર છે. ઈમરાન-મિયાંદાદે વર્ષ 1987માં નાગપુર વન-ડેમાં 142 રન જોડ્યા હતા. તેની સાથે જ એશિયા કપના વન-ડે ફોર્મેટમાં પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે.

વન-ડેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પાંચમી કે તેનાથી નીચેની વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ:

142- ઈમરાન ખાન અને જાવેદ મિયાંદાદ, નાગપુર, 1987

138- ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા, પલ્લેકેલ, 2023

135- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, કાનપુર, 2005

132*- રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, લાહોર, 2004

125*- મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્વિન, ચેન્નાઈ, 2012

એશિયા કપ (વન-ડે)માં 5મી કે તેનાથી નીચેની વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશિપ:

214- બાબર આઝમ અને ઈફ્તિખાર અહમદ (પાકિસ્તાન), મુલ્તાન 2023

164- અસગર અફઘાન અને સમીઉલ્લાહ શિનવારી (અફઘાનિસ્તાન), ફતુલ્લાહ 2014

138- ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા (ભારત), પલ્લેકેલ, 2023

137- શાહિદ આફ્રિદી અને ઉમર અકમલ (પાકિસ્તાન), દામ્બુલા, 2010

133- રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહ (ભારત), દામ્બુલા, 2004.

ઇશાન કિશન પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનારો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. ઇશાન કિશને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પછાડી દીધો. ધોનીએ વર્ષ 2008માં એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં 76 રન બનાવ્યા હતા. ઇશાન કિશને સતત ચોથી વન-ડેમાં અડધી સદી ફટકારી.

એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ બેસ્ટ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ)

ઇશાન કિશન: 82 રન, પલ્લેકેલ 2023

મહેન્દ્ર સિંહ ધોની- 76 રન, કરાચી 2006

સુરિન્દર ખન્ના, 56 રન શારજાહ 1984

મહેન્દ્ર સિંહ ધોની- 56 રન, દામ્બુલા 2010

વન-ડેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેસ્ટ સ્કોર (ભારતીય વિકેટકીપર્સ):

148- મહેન્દ્ર સિંહ ધોની, વિશાખાપટ્ટનમ, 2005.

113- મહેન્દ્ર સિંહ ધોની, ચેન્નાઈ, 2012.

99- રાહુલ દ્રવિડ, કરાચી, 2004.

82- ઇશાન કિશન, 2023.

77*- મહેન્દ્ર સિંહ ધોની 2006.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.