શાર્દૂલના ભારતીય ટીમમાં સમાવેશ થવાને લઈને પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

PC: twitter.com

વર્લ્ડ કપની ભારત-બાંગ્લાદેશની મેચમાં આપણે જબરદસ્ત જીત મેળવી લીધી છે. બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું પરંતુ તેમ છતા એક ખેલાડી પર સવાલ ઉઠી રહ્યા છે. ભારત ચારમાંથી ચાર મેચ જીતી ગયું છે, તેમ છતા શાર્દૂલ ઠાકુર પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા ક્રિકેટ ફેન્સ કહી રહ્યા છે કે, શાર્દૂલ ઠાકુરને પ્લેઇંગ XIમા શું કામ લેવામાં આવે છે. દર વખતે તેને

ટીમમાં ચાન્સ કંઈ રીતે મળી જાય છે. બાંગ્લાદેશ સામે એવી વાત ચાલતી હતી કે, શાર્દૂલની જગ્યાએ મોહમ્મદ શામીને જગ્યા મળશે, પરંતુ ફરી શાર્દૂલને રમાડવામાં આવ્યો.

શાર્દૂલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવા બદલ ભારતીય ટીમના પૂર્વ બોલર ડોડા ગણેશે સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ક્રિકેટરે ટ્વીટર પર શાર્દૂલ ઠાકુરને લઈને કહ્યું હતું કે, શાર્દૂલ ઠાકુરનું સંપૂર્ણ સન્માન કરું છું, પરંતુ પોતાની બોલિંગના દમ પર એ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં કર્ણાટકની પ્લેઇંગ XIમા પણ જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરશે, ભારતની તો વાત જ છોડી દો.

શાર્દૂલ ઠાકુરના કરિયરની વાત કરીએ તો તેણે 47 વન-ડે મેચોમાં બોલિંગ કરીને 64 વિકેટ્સ લીધી છે, જ્યારે બેટિંગ કરતા તેણે 329 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે શાર્દૂલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જગ્યા મળી છે, પરંતુ તેના આંકડા જોઈને એવું લાગે છે કે તે ટીમમાં જોઈએ તેવું યોગદાન નથી આપી શક્યો.

હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની વન-ડેમાંથી બહાર...

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપની 19 ઓક્ટોબરના દિવસે પૂણેમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઇજા થઇ હતી. એ પછી હાર્દિકને આરામ કરવા માટે ડ્રેસિંગ રૂમમાં મોકલી અપાયો હતો.

હાર્દિક પંડ્યા પોતાના સ્પેલની પહેલીવાર નાંખવા આવ્યો ત્યારે સામે બાંગ્લાદેશનો બેસ્ટમેન લિટન દાસ રમતો હતો. હાર્દિકની પહેલી બોલ ડોટ બોલ રહી હતી. બીજી બોલમાં લિટન દાસે ચોગ્ગો માર્યો હતો. ત્રીજી બોલમાં લિટન દાસે સ્ટેટ ડ્રાઇવ મારી હતી, જેના હાર્દિક રોકવા ગયો ત્યારે લપસી પડ્યો હતો અને તેને ડાબા  પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. હાર્દિકની બાકીની 3 બોલ વિરાટ કોહલીએ નાંખી હતી.

હવે BCCIએ અપડેટ આપ્યું છે કે હાર્દિક પંડ્યાને બેગલુરુ NCAમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. એક ઇંજેકશનથી સારું થઇ જશે એવું લાગે છે. ઇંગ્લેંડના એક સ્પેશિયલ ડોકટરની પણ સલાહ લેવામાં આવી છે. BCCIએ કહ્યું કે, 22 ઓકટોબરે, ધર્મશાળામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડયા નહીં રમી શકે, પરંતુ 29 ઓકટોબરે, લખનૌમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક સામેલ થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp