
3 વર્ષ પહેલા 25 વર્ષીય રિષભ પંતને શિખર ધવને આરામથી વાહન ચલાવવાની સલાહ આપી હતી. જો રિષભ પંતે તેના સિનિયરની વાત માની હોત તો કદાચ તે આજે હોસ્પિટલમાં ન હોત. હરિદ્વાર જિલ્લામાં સવારે 5.30 વાગ્યે પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિષભ પંતનો આબાદ બચાવ થયો હતો, પણ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સળગી ગઈ હતી. હવે શિખર ધવન અને રિષભ પંતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે વડીલોની સલાહને હળવાશથી ન લેવી જોઈએ.
11 સેકન્ડનો વીડિયો ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાનનો છે. રિષભ પંત અને શિખર ધવન બંને દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમે છે. બંને ક્રિકેટર એક ગેમ રમી રહ્યા છે, જેમાં પંત કેમેરાની સામે શિખર ધવનને કહે છે, 'એક સલાહ, જે તમે મને આપવા માગો છો.' ધવને આનો જવાબ આપ્યો કે, 'કાર આરામથી ચલાવો'... બંને ફરી જોરથી હસવા લાગ્યા. ઓકે હું તમારી સલાહ લઈશ અને હવે હું આરામથી ડ્રાઈવ કરીશ.
Shikhar Dhawan gave Rishabh Pant right advice about driving. pic.twitter.com/XxFRE5K74j
— Ami ✨ (@kohlifanAmi) December 30, 2022
'હું રિષભ પંત છું....' જીવ બચાવનાર બસ ડ્રાઇવરે જણાવ્યું રિષભ સાથે શું થયેલું
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કાર એક્સિડન્ટની શિકાર થઇ છે. આ અકસ્માતમાં તે બાલ-બાલ બચી ગયો છે. આ એક્સિડન્ટ બાદ સૌથી પહેલા એક બસ ડ્રાઇવર સુશીલ કુમાર રિષભ પંત પાસે પહોંચ્યો હતો. તેણે જ રિષભ પંતને સંભાળ્યો અને એમ્બ્યુલન્સ બોલાવીને હૉસ્પિટલ મોકલાવ્યો. સુશીલે જણાવ્યું કે, રિષભ પંત લોહીથી લથબથ હતો અને તેણે જ જણાવ્યું હતું કે, તે ક્રિકેટર રિષભ પંત છે. રિષભ પંત પોતાની મર્સિડીઝ કાર પોતે ચલાવીને હોમ ટાઉન રુડકી જઇ રહ્યો હતો.
આ દરમિયાન ઝોકું આવી ગયુ અને તેની કાર ડિવાઇડર સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. રિષભ પંતે પોતે જણાવ્યું કે, તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની માતા પણ સાથે છે. રિષભ પંતને માથા અને ઘૂંટણમાં ગંભીર ઇજા થઇ છે. તેનું MRI પણ કરાવવામાં આવ્યું છે. એ સિવાય પીઠ અને પગના કેટલાક ભાગમાં પણ ઇજા થઇ છે. રિષભ પંતનું આ એક્સિડન્ટ શુક્રવારે સવારે લગભગ 5:30 વાગ્યે રુડકી પાસે મોહમ્મદપુર જાટ એરિયામાં થયો.
A very much thank you to these guys who helped Rishabh pant this quickly 🙏#RishabhPant pic.twitter.com/2jEUxEk72b
— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022
શું કહ્યું ઘટનાસ્થળ પર ઉપસ્થિત બસ ડ્રાઇવર સુશીલ કુમારે?
સુશીલ કુમારે જણાવ્યું કે, હું હરિયાણા રોડવેઝનો ડ્રાઇવર છું. હું હરિદ્વારથી આવી રહ્યો હતો. જેવા જ અમે નારસન પાસે પહોંચ્યા 200 મીટર પહેલા, મેં જોયું કે દિલ્હી તરફથી કાર આવી અને લગભગ 60-70ની સ્પીડ સાથે ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ. ટકરાયા બાદ કાર હરિદ્વારવાળી લાઇન પર આવી ગઇ. મેં જોયું કે હવે બસ પણ ટકરાઇ જશે. અમે કોઇને બચાવી નહીં શકીએ. કેમ કે મારી પાસે 50 મીટરનું જ અંતર હતું. મેં તરત જ સર્વિસ લાઇનથી હટાવીને ગાડી ફર્સ્ટ લાઇનમાં નાખી દીધી.
ડ્રાઇવરે કહ્યું કે, તે ગાડી સેકન્ડ લાઇનમાં નીકળી ગઇ. મારી ગાડી 50-60ની સ્પીડમાં હતી. મેં તરત જ બ્રેક લગાવી અને બારીની સાઇડથી કૂદીને ગયો. મેં જોયું કે વ્યક્તિ (રિષભ પંત)ને. તે જમીન પર પડ્યો હતો. મને લાગ્યું કે તે નહીં બચે. કારમાંથી અંગારા નીકળી રહ્યા હતા. તેની પાસે જ તે (પંત) પડ્યો હતો. અમે તેને ઉઠાડ્યો અને કારથી દૂર કર્યો. મેં તેને પૂછ્યું કોઇ બીજું છે કારની અંદર? તે બોલ્યો નહીં હું એકલો જ હતો.
પછી તેણે જણાવ્યું કે હું રિષભ પંત છું. હું ક્રિકેટ બાબતે એટલું જાણતો નથી. તેને સાઇડ પર ઊભો કર્યો. તેના શરીર પર કપડાં નહોતા. તો અમે પોતાની ચાદરથી લપેટી દીધો.
તેણે આગળ કહ્યું કે, તેણે જ અમને જણાવ્યું કે, હું ક્રિકેટર રિષભ પંત છું. તેના પૈસા પણ પડી ગયા. તો અમે આસપાસ પડેલા તેના 7-8 હજાર રૂપિયા ભેગા કર્યા અને તેને આપ્યા. મારા કંડક્ટરે એમ્બ્યુલન્સને ફોન કર્યું. મેં પોલીસ અને નેશનલ હાઇવેને ફોન કર્યો. 15-20 મિનિટ બાદ એમ્બ્યુલન્સ આવી ગઇ, તો તેને બેસાડીને હૉસ્પિટલ મોકલી દીધો. તે (રિષભ પંત) લોહીથી લથબથ હતો. અમે વીડિયો ન બનયો. તેનો જીવ બચાવવો જરૂરી સમજ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp