રિંકુ-જયસ્વાલ-તિલકને મળી મોટી તક, ચીનમાં જઈ ભારતને મેડલ અપાવવાની જવાબદારી

PC: twitter.com

ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સ યોજાવા જઈ રહી છે. આ વખતે આ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતની મહિલા અને પુરુષ બંને ટીમો ભાગ લેશે. એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની બંને ક્રિકેટ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે મેન્સ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડ સંભાળશે અને આ સાથે જ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ એન્ટ્રી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ XIમા કયા ખેલાડીઓને તક મળે છે તે જોવું ખાસ રહેશે.

ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ એશિયન ગેમ્સમાં ઓપનિંગની જવાબદારી નિભાવતા જોવા મળી શકે છે. ગાયકવાડ અને જયસ્વાલે લાંબા સમયથી ઓપનિંગ કરતી વખતે IPLમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. જ્યારે રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબર પર રમતો જોવા મળી શકે છે. ત્રિપાઠી અગાઉ પણ ટીમ ઈન્ડિયા માટે નંબર-3 પર રમી ચૂક્યો છે. તે જ સમયે તેને IPLમાં પણ આનો લાંબો અનુભવ છે.

આ સાથે જ તિલક વર્મા ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરમાં જોવા મળી શકે છે, જે નંબર 4 માટે પરફેક્ટ બેટ્સમેન છે. આ સિવાય રિંકુ સિંહ 5માં નંબર પર ઉતરી શકે છે. રિંકુ અને તિલક IPLમાં બતાવી ચુક્યા છે કે તેઓ મિડલ ઓર્ડરના બે સૌથી શક્તિશાળી બેટ્સમેન છે. આ સિવાય જીતેશ શર્મા વિકેટકીપરની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. બીજી તરફ શિવમ દુબેને નંબર-6 માટે ટીમમાં જગ્યા મળી શકે છે. દુબેએ તાજેતરમાં IPL 2023માં CSK માટે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

સ્ટાર ફાસ્ટ બોલર શિવમ માવી, અવેશ ખાન અને અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈન અપમાં જગ્યા મળી શકે છે. આ ત્રણ ઝડપી બોલરો સિવાય રવિ બિશ્નોઈને સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp