વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થઈ છે ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે. દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેથી અમદાવાદ શહેર આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે.

ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. 12 શહેરોમાં મેચો થઈ રહી છે જેમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ કે જ્યાં ઘણી મેચોના આયોજનો કરવામાં આવ્યા છે.

હવે ભારતીય ટીમ મિશન વર્લ્ડ કપ પર ફોકસ કરી રહી છે. જે ભારતની ધરતી પર ઓક્ટોબર-નવેમ્બરમાં જ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પોતાની તૈયારીઓ મજબૂત રાખવી પડશે, કારણ કે ભારતીય ચાહકોની આશા તે ઇતિહાસનું પુનરાવર્તન જોવાની રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક સુવિધા ઉપલબ્ધ છે. અહીં ખેલાડીઓ માટે જિમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર એક થિયેટર પણ છે, જ્યાં ખેલાડીઓ તેમના ફ્રી સમયમાં મૂવી જોઈ શકે છે. ખેલાડીઓ માટે ટેબલ ટેનિસ કોર્ટ પણ બનાવવામાં આવી છે. સ્ટેડિયમનું ઈન્ટિરિયર પણ શાનદાર લાગે છે. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ચાર પ્રવેશદ્વાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 04 ટીમો માટે ડ્રેસિંગ રૂમ છે. 2015 અને 2020 વચ્ચે સ્ટેડિયમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ પછી સ્ટેડિયમની ક્ષમતા વધારીને 110,000 કરવામાં આવી. જ્યાં હવે ફાઈનલ મેચ યોજાશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.