7 અનકેપ્ડ ખેલાડી, ભારત માટે નથી રમ્યા, પરંતુ IPLમાં મચાવી રહ્યા છે ધૂમ

PC: hindustantimes.com

IPL હવે પૂરા રંગમાં છે. સ્ટાર ક્રિકેટર આ લીગમાં ધમાલ મચાવી રહ્યા છે, તો યુવા અને અજાણ ક્રિકેટર પોતાની શાનદાર ઉપસ્થિતિ નોંધાવી રહ્યા છે. 15 દિવસ અગાઉ સુધી જે મયંક યાદવને ભારતીય ક્રિકેટ પ્રેમી પણ સરખા જાણતા નહોતા. તે આજે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. તેને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવાની માગ ઉઠી રહી છે. મયંક સિવાય પણ 6 એવા અનકેપ્ડ ખેલાડી છે, જેમના પર ભારતીય સિલેક્ટર્સની નજર રહેશે. અનકેપ્ડ ખેલાડી એટલે કે એ ખેલાડી જેમણે ભારત માટે એક પણ મેચ રમી નથી.

રિયાન પરાગ:

22 વર્ષીય રિયાન પરાગ IPL 2024માં વિરાટ કોહલી બાદ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. તેણે 7 મેચમાં 63.60ની એવરેજથી 318 રન બનાવ્યા છે. તેણે 161.42ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં આસામ માટે રમનાર પરાગ IPLમાં રાજસ્થાન રોયલ્સનો નિયમિત સભ્ય છે.

મયંક યાદવ:

21 વર્ષીય મયંક યાદવ લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમે છે. તેણે પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. મયંક 155 કિમી પ્રતિ કલાકની ગતિથી બૉલ ફેકી ચૂક્યો છે. તે IPLના પોતાના પહેલી 2 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારો પહેલો ક્રિકેટર છે.

અભિષેક શર્મા:

23 વર્ષીય અભિષેક શર્મા પણ એ ખેલાડીઓમાંથી એક છે, જેને અત્યાર સુધી ભારત માટે રમવાનો અવસર મળ્યો નથી. પરંતુ IPL 2024માં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ કરે છે. તે 197.19ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે, જે રોહિત શર્મા, ઇશાન કિશન, શુભમન ગિલથી વધારે છે. અભિષેક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 6 મેચમાં 221 રન બનાવી ચૂક્યો છે.

શશાંક સિંહ:

તેણે પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. તેણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 29 બૉલમાં 61 રન બનાવીને પોતાની ટીમને 200થી મોટો ટારગેટ હાંસલ કરવામાં મદદ કરી હતી. 32 વર્ષીય શશાંક સિંહને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

વૈભવ અરોડા:

વૈભવ અરોડા એ યુવા બોલરોમાંથી એક છે જેણે IPL 2024ના માધ્યમથી ક્રિકેટ ફેન્સ વચ્ચે પોતાની જગ્યા બનાવી છે. કોલકાતા માટે રમી રહેલા વૈભવ અરોડાએ 4 મેચમાં 7 વિકેટ લીધી છે. તેણે ઓછી મેચ રમીને તેનાથી વધારે વિકેટ માત્ર એક જ બોલર લઈ શક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના મથીશા પથિરાનાએ 3 મેચમાં 8 વિકેટ લીધી છે.

આશુતોષ શર્મા:

આશુતોષ શર્મા પંજાબ કિંગ્સનો બીજો ખેલાડી છે જેણે પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેચ્યું છે. આશુતોષ અને શશાંકની જોડી પંજાબને 2 એવી મેચ જીતાડી ચૂકી છે, જેમાં હાર સામે ઊભી હતી. આ બંનેએ એક વખત 22 બૉલમાં 43 અને બીજી વખત 27 બૉલમાં 66 રનની પાર્ટનરશિપ કરી પંજાબને જીત અપાવી. આશુતોષે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 20 બૉલમાં 31 રન બનાવ્યા હતા.

હર્ષિત રાણા:

કોલકાતાએ IPL 2024માં 4 મેચ જીતી છે અને પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. કોલકાતાના આ શાનદાર પ્રદર્શનમાં 22 વર્ષીય હર્ષિત રાણાનો પણ ખેલ છુપાયેલો છે. તેણે IPL 2024માં અત્યાર સુધી 5 મેચ રમી છે અને તેમાંથી 4 મેચમાં જ બોલિંગ કરવાનો અવસર મળ્યો છે, જેમાં તેણે 7 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp