સિક્સ મારીને ભારતને જીત અપાવી છતા કેમ નિરાશ દેખાયો કેએલ રાહુલ, જાણો

PC: twitter.com

2 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોડીએ ઓસ્ટ્રેલિયા સામે ભારતને ભવ્ય જીત અપાવી હતી, જેમાં કોહલીએ 85 રન બનાવ્યા હતા અને કેએલ રાહુલ 97 રને અણનમ રહ્યો હતો. કેએલ રાહુલે સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી, પરંતુ આ સિક્સ મારીને દેશને જીત અપાવ્યા બાદ પણ તે નિરાશ દેખાયો હતો, જેનો વીડિયો ફરી રહ્યો છે, ત્યારે સવાલ થાય કે આવું કેમ, ભારતને મેચ જીતાવી દીધી છતા રાહુલ નિરાશ કેમ દેખાતો હતો.

વાત એવી છે કે, કેએલ રાહુલ એ બોલ પર ફોર મારવા માગતો હતો પણ સિક્સ ચાલી ગઈ. ફોર એ એટલા માટે મારવા માગતો હતો કે તે 91 રને હતો ત્યારે ભારતને જીતવા માટે 5 રનની જરૂર હતી, અને જો તે ફોર મારી દે તો તેનો સ્કોર 95 રન થઇ જાય અને પછી સિક્સ મારીને તે ભારતને પણ જીતાડી દેત અને તેની સદી પણ પૂરી થઈ જાત, પરંતુ તેનો શોટ એટલો પાવરફૂલ હતો કે ફોરને બદલે સિક્સ ચાલી ગઈ અને તેને 97 રન પર અણનમ રહેવું, પરંતુ જેના કારણે તે શોટ માર્યા બાદ નિરાશ દેખાતો હતો અને પોતાના પર હાસ્ય કરતો પણ જોવા મળ્યો હતો. આ વાત તેણે સ્વીકારી પણ હતી કે, તેનો પ્લાન આવો હતો, પરંતુ તે તેમાં સફળ ના થઈ શક્યો.

ટીમ ઈન્ડિયાએ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયાએ જે રીતનું પ્રદર્શન કર્યું તે ખરેખર અદ્ભુત હતું. 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતે એક સમયે 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ત્રણેય ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા અને આ પછી વિરાટ કોહલી અને K.L. રાહુલે સાથે મળીને એવી ભાગીદારી કરી હતી કે, કાંગારૂઓના બાર વાગી ગયા હતા. આ મેચમાં બીજી એક બાબત જે સૌથી મહત્વની હતી તે એ હતી કે ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગ કરતી વખતે એવી ચપળતા બતાવી કે બધા જોતા જ રહી ગયા. ICC ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ મેચ સમાપ્ત થઇ ગયા પછી મેચના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરને સન્માનિત કરશે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચ સમાપ્ત થયા પછી  ભારતીય ડ્રેસિંગ રૂમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં વિરાટ કોહલીને ભારતના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને આ માટે તેને ગોલ્ડન કલરનો મેડલ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ બાળક જેવા ઉત્સાહ સાથે મેડલ લીધો અને પછી તેને મોંમાં મૂકીને પોઝ આપ્યો. તેનો વીડિયો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) TV દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કહે છે કે, દિલીપ મેડલ આપશે. ફિલ્ડિંગ કોચ દિલીપે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ એવોર્ડ વિરાટ કોહલીને આપ્યો.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

તેણે આગળ કહ્યું, 'અમે હંમેશા ટીમમાં સાતત્યની વાત કરીએ છીએ. તે માત્ર એક કેચની વાત નથી. અહીં તમારી સાથે અન્ય લોકોને મદદ કરવા તૈયાર રહેવું અને દરેક સમયે યોગ્ય સ્થાને રહેવું પણ મહત્વપૂર્ણ છે. તેથી જ વિરાટને આ એવોર્ડ મળ્યો છે. વિરાટ કોહલીને એવોર્ડ તરીકે ગોલ્ડન કલરનો મેડલ મળ્યો હતો. જે બોલિંગ કોચે તેને પહેરાવ્યો હતો.

દિલીપે કહ્યું કે આ એવોર્ડ એવા વ્યક્તિને આપવામાં આવશે જે માત્ર પોતાનું કામ જ નહીં પરંતુ અન્યને પણ પ્રેરણા આપે. આ પછી જ્યારે વિરાટ કોહલી મેડલ લેવા આવ્યો તો દિલીપે તેની તરફ મેડલ બોક્સ લંબાવ્યું હતું, પરંતુ વિરાટે કહ્યું કે, તેને મેડલ ગાળામાં પહેરાવીને આપવામાં આવે. આ મેચમાં વિરાટ કોહલીએ 85 રન બનાવ્યા હતા, જ્યારે K.L. રાહુલે અણનમ 97 રન બનાવ્યા હતા. K.L. રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બે શાનદાર કેચ લીધા હતા. જસપ્રીત બુમરાહે ભારતને મેચની પ્રથમ સફળતા અપાવી હતી. વિરાટ કોહલીએ સ્લિપમાં કૂદીને મિશેલ માર્શનો તે કેચ લીધો હતો. આ પછી વિરાટે ડેથ ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર એડમ ઝમ્પાનો કેચ લીધો હતો. મેચ પછી ઈન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ટીમની ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp