પ્રદિપ સાંગવાનઃ જે પ્લાસ્ટિક કચરો ટૂરિસ્ટ હિમાલયમાં છોડીને જાય છે, તે સાફ કરે છે

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હમણાં આપણે જિજ્ઞાસાથી, કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે, નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે સતત કંઈકને કંઈક નવું કરી રહ્યા છે, નવા-નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે, જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે પ્રદિપ સાંગવાન.

PMએ કહ્યું કે, ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન 2016થી Healing Himalayas નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ-અલગ વિસ્તારોમાં જાય છે, અને જે પ્લાસ્ટિક કચરા ટૂરિસ્ટ ત્યાં છોડીને જાય છે, તે સાફ કરે છે. પ્રદિપજી અત્યારસુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબંધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપત્તિ છે, અનુદીપ અને મિનૂષા. અનુદીપ અને મિનૂષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણાં યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંનેએ કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતી છે. અનુદીપ અને મિનૂષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે, તેને સાફ કરશે. બંને પતિ-પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને એ મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમની સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે. આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે.

PMએ કહ્યું કે, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચ beaches પર, પહાડો પર, પહોંચે છે કેવી રીતે? આખરે આપણાંમાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ-મિનૂષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. પરંતુ તેની પહેલાં આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોના ને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી. આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp