પહેલીવાર મહિલા બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, પણ 15 દિવસ જ કામ કરશે
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી હવે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સોનિયાબેન ગોકાણીની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે એક ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની પસંદગી થતા ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડી હતી.
જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, 24 ફેબ્રુઆરીએ સોનિયાબેન ગોકાણી વય મર્યાદાના લીધે નિવૃત્ત થઈ રહ્યા છે એટલે કે તેઓ માત્ર 15 દિવસ સુધી જ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે. નોંધનીય છે કે, જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ જજ છે. 17 ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની નિમણૂક કરાઈ હતી. જ્યારે 25 ફેબ્રુઆરી, 2023ના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. આ નિર્ણય અંગે કોલેજિયમનું માનવું છે કે, જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પાસે સારી ઓળખ છે અને તેઓ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે તમામ રીતે યોગ્ય છે.
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરાયા છે. આ નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરી બાદ કરાઈ છે. માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સુપ્રીમના જજ તરીકે બે નામોની ભલામણ કરી હતી, જેમાં એક નામ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનું હતું. વર્ષ 1987માં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરનાર અરવિંદ કુમારે 13 ઓક્ટોબર, 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા અરવિંદ કુમારે કર્ણાટક હાઈકોર્ટના જજ પણ રહી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp