26th January selfie contest

તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુથી તરફથી આટલા લાખની સહાય

PC: twitter.com

તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને મોરારિબાપુ તરફથી રૂપિયા 25 લાખની સહાય ગત બે દિવસોથી તુર્કી, સીરિયા અને આસપાસના વિસ્તારોમાં થયેલા ભૂકંપના કંપાવનારા સમાચારો મળી રહ્યા છે જેનાથી વિશ્વ સ્તબ્ધ બન્યું છે. પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો અનુસાર બંન્ને દેશોનો મરણાંક 8500 જેટલો થયો છે. 20 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એ દેશોની માલમત્તાને પણ પારાવાર નુકશાન થવા પામ્યું છે.

ભારત અને આ દેશના લોકો વૈશ્વિક આપદાઓમાં સહાયરૂપ બનવામાં હંમેશા અગ્રેસર રહ્યાં છે. આ ક્રમમાં ભારત સરકારે પણ આ ઘટનામાં સહાયતા પૂરી પાડી છે, જે ભારતીય સંવેદનશીલતાનો પરિચય કરાવે છે. મોરારિબાપુની હાલમાં નેપાળના લુમ્બિની ખાતે રામકથા ચાલી રહી છે. નેપાળમાં આવેલા લુમ્બિનીની આ ભૂમિ એટલે કરુણાની ભૂમિ, સંવેદનાની ભૂમિ. વિશ્વ જેમને કરુણામૂર્તિ તરીકે ઓળખે છે તેવા ભગવાન બુદ્ધના જન્મસ્થળ ખાતે ચાલી રહેલી આ રામકથા એટલે કરુણાનો ગંગ પ્રવાહ, વ્યાસપીઠની કરુણા રૂપે મોરારીબાપુએ તેમની રામકથાના દેશ- વિદેશના તમામ શ્રોતાઓને સાથે રાખી તુર્કી અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને રૂપિયા 25 લાખની સંવેદના રાશી પ્રેષિત કરવાનું જાહેર કર્યું છે.

લંડન સ્થિત બ્રિટીશ પાર્લામેન્ટના સદસ્ય ડોલરભાઈ પોપટ, તેમના પુત્ર પાવન પોપટ અને એમની ટીમ દ્વારા આ રાશી તુર્કી અને સીરિયાના અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવશે. આ દારુણ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં પ્રતિ સંવેદના પ્રગટ કરી મોરારીબાપુએ તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp