માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સની સૌથી મોટી ચિંતા-આગામી 25 વર્ષોમાં..
અબજપતિ અને દુનિયાના સૌથી મોટા દાતાઓમાં સામેલ બિલ ગેટ્સ જળવાયુ પરિવર્તનથી થનારા જોખમ અને સાઇબર હુમલા જેવા મુદ્દાઓ બાબતે લોકોને વારંવાર સાવચેત કરતા રહે છે. જો કે, હવે 2 સંકટ તેમને સૌથી વધુ ચિંતિત કરે છે તે યુદ્ધ અને મહામારી છે. માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે, હાલના સમયમાં વૈશ્વિક અશાંતિ જલદી જ એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. એમ થવાથી આપણે પાછા પણ બચી જઈએ, પરંતુ આગામી 25 વર્ષોમાં સૌથી વધુ સંભાવના છે તે એક મહામારી હશે.
બિલ ગેટ્સના મતે ભવિષ્યની મહામારી દરમિયાન મુખ્ય પ્રશ્ન એ હશે કે શું દુનિયા કોરોના મહામારી જેવા જોખમ માટે પહેલાથી સારી રીતે તૈયાર છે? બિલ ગેટ્સે CNBCને અમેરિકાની પ્રતિક્રિયા પર વિચાર કરતા કહ્યું કે, જે દેશ પાસે દુનિયાને નેતૃત્વ કરવા અને મોડલ બનવાની આશા હતી, તે એ દિશામાં ખરો ઉતર્યો નથી. પોતાના 2022ના પુસ્તકમાં બિલ ગેટ્સે 2020 મહામારી સામે લડવાની તૈયારીઓની કમી માટે અલગ અલગ દેશોની સરકારોની નિંદા કરી હતી.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂકેલા બિલ ગેટ્સે દુનિયાભરના દેશો માટે મહામારીને નિપટવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. તેમાં બીમારીની દેખરેખ અને વેક્સીન રિસર્ચમાં રોકાણનું પ્રોત્સાહન સામેલ છે. કોરોના મહામારી બાબતે બોલતા બિલ ગેટ્સે ટિપ્પણી કરી હતી કે, જો કે કોરોના વાયરસ મહામારીથી કેટલાક બોધ લેવામાં આવ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ અપેક્ષાથી ખૂબ ઓછો છે. આપણે અત્યારે પણ પૂરી રીતે એ વાત પર વિચાર કરી રહ્યા નથી કે આપણે શું સારું કર્યું અને ક્યાં કમી રહી ગઈ. આશા છે કે આગામી 5 વર્ષોમાં તેમાં સુધાર થશે.
આ અગાઉ બિલ ગેટ્સે કહ્યું હતું કે કુત્રિમ બુદ્ધિમતા (AI) આગામી 5 વર્ષોમાં લોકો માટે પરિવર્તનકારી હશે. નેવી ટેક્નિકથી ડરવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે એ નવા અવસર ઉત્પન્ન કરશે. આ ટિપ્પણી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાના એ નિવેદનના થોડા દિવસ બાદ આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, AI વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં 60 ટકા નોકરીઓ અને આખા વિશ્વમાં 40 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp