કંઈક મોટું થવાની આશંકા! પાડોશી દેશ કરી શકે છે યુદ્ધની શરૂઆત, 16-18 એપ્રિલ સુધી…

PC: khabarchhe.com

તાઇવાનને લઈને ચીનનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ચીન ઉત્તરી તાઇવાનની એરસ્પેસ બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીન 16 થી 18 એપ્રિલ સુધી ઉત્તરી તાઇવાનની એરસ્પેસ બંધ કરી શકે છે. ચીન તાઇવાનને લઈને આક્રમક મુદ્રામાં છે. ચીને ઉત્તરી તાઇવાનના ચોક્કસ ભાગમાં 16 થી 18 એપ્રિલ સુધી એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર આ સમયગાળામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે નહીં. તાઇવાનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ પ્રતિબંધથી આ ક્ષેત્રમાં લગભગ 70 ટકા એર ટ્રાફિકને અસર થશે. તેની સીધી અસર જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર અમેરિકા જતી-આવતી ફ્લાઈટ્સ પર પડશે.

ખાસ વાત એ છે કે આટલું મહત્ત્વપૂર્ણ હોવા છતાં ચીન અને તાઇવાને અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. હાલમાં જ ચીનના 172 ફાઈટર જેટ્સે આ વિસ્તારમાં મિલિટરી ડ્રિલ કરી હતી. આ પછી અમેરિકા અને દક્ષિણ કોરિયાએ પણ કવાયત કરી હતી. જેમાં તાઇવાનની વાયુસેનાના કમાન્ડોને ખાસ સામેલ કરવામાં આવ્યા હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે ચીન દબાણ બનાવવા માટે તાઇવાન વિરુદ્ધ કેટલીક નાની કાર્યવાહી કરી શકે છે. બીજી તરફ, તાઇવાનના આર્મી ચીફ ગયા અઠવાડિયે જ કહી ચૂક્યા છે કે ચીનના કોઈપણ પગલા પર તેમને જબરદસ્ત સરપ્રાઈઝ મળશે.

ઉલ્લેખનીય છે કે, તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીને તાઇવાનને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે. ફિલિપાઈન્સ સાથે મળીને અમેરિકાએ આ ક્ષેત્રમાં લશ્કરી કવાયત શરૂ કરી ત્યારે આ તણાવ વધુ ઊંડો બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp