- National
- જેવા સાથે તેવા: કેનેડાના નાગરિકો માટે ભારતમાં વીઝા પર રોક લગાવી દેવાઈ
જેવા સાથે તેવા: કેનેડાના નાગરિકો માટે ભારતમાં વીઝા પર રોક લગાવી દેવાઈ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન પછી ભારત ગુસ્સે ભરાયું છે અને કેનેડાના ભારતના હાઇકમિશ્નરની હકાલપટ્ટી પછી હવે બીજું મોટું પગલું લીધું છે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધારે વણસાવશે. ભારત સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે કેનેડાના નાગરિકો માટેની વીઝા સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીજી સુચના મળે ત્યાં સુધી કેનેડાના નાગરિકો માટે વીઝા પ્રતિબંધ ચાલું રહેશે.

ભારત વીઝા એપ્લિકેશન સેન્ટર કેનેડાએ જાણકારી આપી છે કે ઓપરેશનલ્સ કારણોસર 21 સપ્ટેમ્બરથી ભારતીય વીઝા સેવા બીજી સુચના મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.BLS વેબસાઇટને ફોલો કરવા કહેવાયું છે.
આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે એડવાઇઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતથી કેનેડા જતા લોકો સાવધાની રાખે. કેનેડામા એવા કોઇ વિસ્તારમાં ન જતા જ્યાં ભારત વિરોધી ગતિવિધીઓને અંજામ આપવામાં આવતો હોય. ભારતે એડવાઇઝરીમાં જાણકારી આપી હતી કે કેનેડામાં ગુનાખોરી અને હેટ ક્રાઇમમાં વધારો થયો છે. કેનેડામાં મોજુદ ભારતીય હાઇ કમિશને પણ કહ્યુ કે અધિકારીઓએ એ લોકોના સંપર્કમાં રહેશે,જે કેનેડામાં મોજુદ છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચ ગુરુવારે ભારતમાં કેનેડાના હાઇ કમિશને એક નોટિફિકેશન જારી કરીને સુચના આપી હતી. તેમણે લખ્યુ કે ભારતમાં અમારા હાઇ કમિશન અને વાણિજય દુતાવાસની ઓફિસો ચાલું છે અને ગ્રાહકોને સેવા આપવાનું ચાલું છે. વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને જ્યાં તણાવ વધેલો છે, અમે પોતાના રાજનાયિકોની સુરક્ષા નિશ્ચિત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક રાજનાયિકોને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળવાને કારણે ગ્લોબલ અફેર્સ કેનેડા ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી રહી છે.પરિણામે, અને પુષ્કળ સાવચેતીના કારણે, અમે ભારતમાં કર્મચારીઓની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરવાનું નક્કી કર્યું છે.
તાજેતરમાં કેનેડાના સર્રેમાં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેની પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ બકવાસ નિવેદન આપ્યું હતું. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર હોય શકે છે.

કેનેડાએ ભારતના ટોચના રાજદ્રારીને કાઢી મુક્યા હતા અને તેની સામે ભારતે પણ કેનેડાના હાઇ કમિશનને સમન્સ મોકલીને હાંકી કાઢ્યા હતા. જો કે ભારતે તેમને દેશ છોડવા માટે સમય આપ્યો હતો.

