20 વર્ષ પછી ચીન ગયા ઈરાનના રાષ્ટ્રપતિ, તેમની મુલાકાતથી ભારતને કેમ છે ખતરો?

PC: dw.com

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી મંગળવારે ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા. ચીન પહોંચીને તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. 20 વર્ષ બાદ ઈરાનના કોઈપણ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ભારત આ મુલાકાત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં ઈરાન અને ચીન બંને અમેરિકાના દુશ્મન છે. આવી સ્થિતિમાં ડ્રેગનના પ્રભાવમાં આવીને ઈરાન ભારત વિરૂદ્ધ સમજૂતી પર હસ્તાક્ષર કરવા મજબૂર બની શકે છે. ચાલાક ચીન ભારત વિરૂદ્ધ કોઈપણ દેશનો ઉપયોગ કરવાથી અચકાતું નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ ચીનના પ્રવાસે છે. બંને દેશોની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો અનેક મુદ્દાઓને લઈને પશ્ચિમી દેશોના દબાણમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 20 વર્ષ બાદ ઈરાનના કોઈ રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે. ઇબ્રાહિમ રાયસીની આ મુલાકાત બંને દેશો માટે મહત્ત્વની તો છે જ, પરંતુ તેની સીધી અસર ભારત પર પણ પડે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ભારતે તેના પર નજર રાખે.

શા માટે આ મુલાકાત ભારત મારે ખતરો બની શકે છે?

જો કે, ઈરાન અને ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા છે. ચીને કરાચીમાં ગ્વાદર બંદર બનાવ્યા પછી ભારતે ઈરાનમાં ચાબહાર બંદર બનાવ્યું. ત્યારે ઈરાને ભારતને મદદ કરી. જેથી ચીનને જવાબ આપી શકાય અને ભારત ચાબહાર દ્વારા મધ્ય એશિયામાં વેપાર કરી શકે. પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિની આ મુલાકાત ભારતના દૃષ્ટિકોણથી ચિંતાજનક હોઈ શકે છે. કારણ કે ચીન અને ઈરાન બંને અમેરિકા વિરોધી છે. બીજી તરફ અમેરિકા ભારતનું બહુ મોટું ભાગીદાર છે. આવી સ્થિતિમાં ચીન ઈરાનનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી શકે છે.

બીજું, ઈરાન કોઈપણ ભોગે અમેરિકાને ઘેરવા માંગે છે, જેના માટે તેને ચીન અને રશિયાની જરૂર પડશે. ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે જેને ઈરાન ઘેરવા માંગે છે. આવી સ્થિતિમાં, એવો ભય છે કે ઇરાન ન ઇચ્છતું હોય તો પણ ચીન અને પાકિસ્તાન સાથે મળીને ભારત વિરોધી જૂથ બનાવી શકે છે.

એમ તો બંને નેતાઓની મુલાકાત કોઈ નવી નથી. સપ્ટેમ્બર 2022માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ હતી. ચીની મીડિયાનું કહેવું છે કે રાયસી 2021માં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોએ 25 વર્ષના વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને મંગળવારે પણ બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર સહમત થયા હતા. રાયસી ઈરાનની સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર અને તેમના છ મંત્રીઓ સાથે ચીન પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp