અમેરિકામાં ધર્મેશ પટેલની ક્રૂરતા: પત્ની અને 2 બાળકને કારમાં બેસાડીને પહાડ પરથી..
અમેરિકામાં 41 વર્ષીય ભારતીય મૂળના પુરુષની તેની પત્ની અને બે બાળકોને બેસાડીને કારને જાણી જોઈને ખડક પરથી નીચેની તરફ લઈ જવા પર હત્યાનો પ્રયાસ અને બાળ શોષણની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. એક અખબારી અહેવાલમાં જારી કરાયેલા નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી ધર્મેશ એ. પટેલને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સાન માટો કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે.
વિભાગે જણાવ્યું હતું કે પટેલ, તેમની પત્ની અને બે બાળકો સેન માટો કાઉન્ટીમાં ડેવિલ્સ સ્લાઈડ પર ફસાઈ ગયા હતા અને ભારે પ્રયાસો બાદ સોમવારે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. યુએસના એક બ્રોડકાસ્ટર નેટવર્ક અનુસાર, બે બાળકો - એક ચાર વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર -ને અગ્નિશામકોએ બચાવી લીધા હતા જેઓ બચાવના ભાગરૂપે દોરડાની મદદથી ખડક પરથી નીચે ઉતર્યા હતા. કામગીરી દરમિયાન હેલિકોપ્ટર દ્વારા પહોંચેલા રેસ્ક્યુ કર્મચારીઓ દ્વારા પટેલ અને તેમની પત્નીને કારમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, પટેલની ટેસ્લા કાર 250 થી 300 ફૂટ ઊંડે ફસાઈ ગઈ હતી અને વાહનને ભેખડ પરથી નીચે પડતું જોઈને પ્રત્યક્ષદર્શીઓએ ઈમરજન્સી સર્વિસ 911ને ફોન કર્યો હતો. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું, પ્રાપ્ત પુરાવાના આધારે, તપાસકર્તાઓ એ તારણ પર પહોંચ્યા છે કે આ ઘટના સંભવતઃ ઇરાદાપૂર્વકના કૃત્યનું પરિણામ હતું. હાઇવે પેટ્રોલના ગોલ્ડન ગેટ ડિવિઝનના પ્રવક્તા એન્ડ્રુ બાર્કલેએ જણાવ્યું હતું કે અધિકારીઓ પટેલ સામે હત્યાના પ્રયાસના ત્રણ અને બાળ દુર્વ્યવહારના બે કેસમાં કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp