બ્રિટનના PM બોલ્યા 'બાપુ હું એક પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહીં પણ હિન્દુ તરીકે આવ્યો

PC: ajtak.in

બ્રિટનના PM ઋષિ સુનક મંગળવારે મોરારી બાપૂની રામકથામાં સામેલ થયા. મોરારી બાપૂની રામકથા કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં થઇ રહી હતી. આ દરમિયાન બ્રિટનના PMએ મોરારી બાપૂના વ્યાસપીઠ પર જય સિયારામના નારા લગાવતા પુષ્પાંજલિ પણ અર્પિત કરી.

મોરારી બાપૂની રામકથા સાંભળવા પહોંચેલા ઋષિ સુનકે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે મોરારી બાપૂની રામકથામાં ઉપસ્થિત થવું સન્માન અને ખુશીની વાત છે. તેમણે કહ્યું કે તે અહીં PMના રૂપમાં નહીં બલ્કે હિંદુના રૂપમાં સામેલ થયા છે.

તેમણે કહ્યું કે, મારા માટે આસ્થા ખૂબ જ નજીકની બાબત છે. આસ્થાએ મારા જીવનના દરેક તબક્કે માર્ગદર્શન પૂરુ પાડ્યું છે. PM બનવું મોટા સન્માનની વાત છે. પણ આ કોઇ સરળ કામ નથી. અમારે ઘણાં મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે અને આપણો આ વિશ્વાસ મને આપણા દેશ માટે વધારે સારું કરવા માટે સાહસ અને શક્તિ આપે છે.

તેમણે કહ્યું કે, જ્યારે હું ચાંસેલર હતો ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી પર દીવા પ્રગટાવવા અદ્ભૂત અને વિશેષ ક્ષણ હતી. મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ટેબલ પર ભગવાન ગણેશની મૂર્તિ છે.

સુનકે કહ્યું કે, મને બ્રિટિશ અને હિંદૂ થવા પર ગર્વ છે. આ દરમિયાન તેમણે સાઉથ હેમ્પટમાં વિતેલા તેમના નાનપણને પણ યાદ કર્યું અને કહ્યું કે, તે પાડોશમાં બનેલા મંદિરમાં પોતાના ભાઈ-બહેનો સાથે ત્યાં જતા હતા. તે પરિવારની સાથે મંદિરમાં હવન, પૂજા, આરતીમાં સામેલ થતા અને પ્રસાદ પણ વહેંચતા હતા.

સુનકે કહ્યું કે આજે હું અહીંથી રામાયણની સાથે ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસાને પણ યાદ કરી જઇ રહ્યો છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોને સામનો કરવા માટે એક પ્રેરણાત્મક વ્યક્તિ બની રહેશે. બાપૂ તમારા આશીર્વાદથી હું એવી રીતે જ નેતૃત્વ કરીશ જે આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યું છે. તમે જે પણ કંઇ કરો છો, તેના માટે તમારો આભાર. સત્ય, પ્રેમ અને કરુણાની તમારી શિક્ષાઓ હવે પહેલાથી વધારે પ્રાસંગિક થઇ ગઇ છે.

જણાવીએ કે, PM ઋષિ સુનકે મોરારી બાપૂને કાળી શાલથી સન્માનિત કર્યા અને ત્યાર બાદ મોરારી બાપૂએ પણ તેમને શાલ પહેરાવી અભિવાદન કર્યું. મોરારી બાપૂએ બ્રિટનના PM સુનકને એક શિવલિંગ પણ ભેટમાં આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp