
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં સુધી લગભગ 8 હજાર લોકોના મોત થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સીરિયામાં તબાહીને લઈને શોક સંદેશ આપ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ભૂકંપ પર તેમના સીરિયાના સમકક્ષ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને એક વૉઇસ સંદેશમાં કિમ જોંગ ઉને કહ્યું, મને ખાતરી છે કે તમારા નેતૃત્વ હેઠળ, સીરિયાની સરકાર અને લોકો ભૂકંપને કારણે થયેલા નુકસાનને જલદીથી દૂર કરશે અને અસરગ્રસ્ત લોકોનું જીવન સ્થિર થઈ જશે.
દરમિયાન, દક્ષિણ કોરિયાએ કહ્યું કે તે તુર્કીને સંકટની માનવતાવાદી સહાયમાં 5 મિલિયન ડોલરની ઓફર કરશે, અને સર્ચ અને રેસ્ક્યુ કામગીરીને ટેકો આપવા માટે 110 લોકોની ટીમને મોકલશે. ચિકિત્સા આપૂર્તિ પણ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ મંગળવારે આ માહિતી આપી.
જાન્યુઆરી 2023માં જ સમાચાર સામે આવ્યા હતા કે કિમ જોંગ ઉન તેમના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે તે આખો દિવસ દારૂ પીતો રહે છે અને રડતો રહે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. તે ખૂબ જ એકલતા અનુભવે છે અને દબાણમાં છે. તેમનું વજન વધી ગયું છે અને તે સતત દારૂ પી રહ્યા છે અને ધૂમ્રપાન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp