
પ્રેમીયુગલો માટે તહેવારની જેમ ઊજવાતો વેલેન્ટાઇન ડે નજીક છે. અનેક યુવાઓ આ સપ્તાહે પોતાના સંબંધોમાં પ્રેમની ચાસણી ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે અમેરિકાની 30% વસતી સિંગલ છે. તેમાં 32% પુરુષ અને 28% મહિલા છે. તાજેતરમાં થયેલા પ્યૂ રિસર્ચમાં આ જાણકારી સામે આવી છે. ખાસ વાત એ છે કે 10માંથી 3 અમેરિકનો પરિણીત પણ નથી અને કોઇ સાથે રિલેશનશિપમાં પણ નથી.
રિપોર્ટ અનુસાર 30થી ઓછી ઉંમર ધરાવતા 63% પુરુષોએ કહ્યું કે તેઓ સિંગલ છે. આ જ વયજૂથની 34% મહિલા સિંગલ છે. આ આંકડાઓને જાતિને આધારે પણ વિભાજિત કરાયા હતા. રિસર્ચ અનુસાર 47% અશ્વેત યુવા અમેરિકામાં સિંગલ છે. 45% સિંગલ પોતાના પાર્ટનરને શોધવા માટે પહેલાંથી જ ઑનલાઇન ડેટિંગ એપનો ઉપયોગ કરે છે.
2019માં વયસ્કોની વચ્ચે 49% લોકો સંબંધોમાં આગળ વધવા માગતા હતા. 2 વર્ષ બાદ આ ટકાવારી ઘટીને 42% થઇ ચૂકી છે. 2019માં 61% પુરુષ પાર્ટનરની શોધમાં હતા. 2020માં ઘટીને 50% થઇ ગયા છે. બીજી તરફ 38% મહિલા 2019માં રિલેશનશિપ ઇચ્છતી હતી. હવે માત્ર 35% મહિલાઓ રિલેશનશિપમાં જવા માંગે છે. દરેક લોકો કમિટેડ થવા માંગતા નથી 51% લોકોનું માનવું છે કે ઑનલાઇન ડેટિંગમાં બંને વિક્લ્પ ખુલ્લા રાખવાથી પાર્ટનર મળવાના ચાન્સ વધી જાય છે. 5% પુરુષ રોમેન્ટિક રિલેશન ઇચ્છે છે. જ્યારે 44% મહિલાઓ પણ તેવું ઇચ્છે છે.
સિંગલ લોકોમાંથી એક મોટો ભાગ કોઇ પણ પ્રકારના રિલેશનશિપમાં રુચિ ધરાવતો નથી. તેઓ સ્વયંની સાથે ખુશ છે. સ્વયંને પ્રાથમિકતા આપવા માંગે છે. 57% કોઈ રિલેશનશિપમાં આવવા માંગતા નથી. બીજી તરફ માત્ર 22% લોકો એવા છે જે પાર્ટનર ઇચ્છે છે. 13% કમિટેડ તો 7% કેઝ્યુઅલ રિલેશનશિપમાં જવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp