8 કલાકની પરીક્ષા, 90 સેકન્ડ અગાઉ પૂરી થઈ, આ દેશમાં કોર્ટ પહોંચ્યા વિદ્યાર્થીઓ

PC: bbc.com

દક્ષિણ કોરિયામાં વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ બ્યૂગલ ફૂંકી દીધું છે. એક કોલેજમાં એડમિશન માટે થઈ રહેલી પરીક્ષાને 90 સેકન્ડ અગાઉ સમાપ્ત કરી દીધી, જેથી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફૂટી પડ્યો છે. એવામાં વિદ્યાર્થી સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચી ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ પરીક્ષા 8 કલાક લાંબી હતી. આ ઘટના રાજધાની સિયોલના એક પરીક્ષા સેન્ટરમાં થઈ. કોર્ટ તરફ જઇ રહેલા વિદ્યાર્થીએ સરકાર પાસે 12 હજાર પાઉન્ડ વળતરની માગ કરી છે.

વિદ્યાર્થીઓએ મંગળવારે કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. તેના પર 39 વિદ્યાર્થીઓના હસ્તાક્ષર છે. વિદ્યાર્થીઓએ તેના માટે સરકારને પણ જવાબદાર ઠેરવી છે. આ વિદ્યાર્થીઓએ એ પરીક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેણે પરીક્ષા સમાપ્ત થવાના નક્કી સમયથી 90 સેકન્ડ અગાઉ ઘંટી વગાડી દીધી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોરિયન લેંગ્વેજની પરીક્ષા દરમિયાન નક્કી સમયથી 90 સેકન્ડ અગાઉ ઘંટી વગાડવામાં આવી હતી. જો કે, આ બાબતે તરત જ વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારબાદ પણ સુપરવાઇઝરે વિદ્યાર્થીઓ પાસેથી પેપર છીનવી લીધા, પરંતુ આ દરમિયાન શિક્ષકોને બીજા સેશનની પરીક્ષા અગાઉ અનુભવ થયો અને તેમણે આ મામલાને રફે-દફે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફૂટી પડ્યો હતો.

કેવી હોય છે આ પરીક્ષા?

આ પરીક્ષા પોતાની સમયાવિધિને લઈને હંમેશાં ચર્ચા રહે છે. 8 કલાકની આ પરીક્ષા બેક ટૂ બેક ઘણા વિષયની પરીક્ષા હોય છે. આ દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના વકીલનું કહેવું છે કે આ બેદરકારીથી વિદ્યાથીઓને ભારે નુકસાન થયું છે કેમ કે આ પરીક્ષાને સૌથી ખર્ચાળ માનવામાં આવે છે. તેના માટે વિદ્યાર્થી આખા વર્ષે સખત તૈયારી કરે છે. વિદ્યાર્થીના વકીલ કિમ વૂ સુકનું કહેવું છે કે આ મામલે શિક્ષણ વિભાગે અત્યારે જ માફી માગવી જોઈએ. આ પરીક્ષાને દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે તેનાથી યુનિવર્સિટી પ્લેસમેન્ટ્સ અને નોકરીઓ નક્કી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp