તાલિબાને ભારતને આપેલું 'વચન' પૂરું કર્યું, ભારતીયોના હત્યારાને કર્યો ઠાર

PC: khabarchhe.com

કાશ્મીરમાં જન્મેલા જેહાદી કમાન્ડર એજાઝ અહેમદનું અફઘાનિસ્તાનમાં મૃત્યુ થયું છે. તે ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને જલાલાબાદમાં ભારતીય લોકો પર આત્મઘાતી હુમલા કરાવતો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને પરિવારના સભ્યોએ પણ એજાઝના મૃત્યુની પુષ્ટિ કરી છે. એજાઝ શ્રીનગરનો રહેવાસી હતો અને જાન્યુઆરીમાં ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનની કાર્યવાહીમાં આ આતંકવાદીનું મોત થયું છે. ભારતે આ સમગ્ર મામલો તાલિબાન સમક્ષ ઉઠાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજાઝની બહેન ફહમિદા શફીએ જણાવ્યું છે કે તેમને અધિકારીઓએ આતંકવાદીના મોતની જાણકારી આપી છે. ફહમીદાએ કહ્યું, 'પોલીસે થોડા દિવસ પહેલા તેના નાના ભાઈને ફોન કરીને આ માહિતી આપી હતી. મને ખબર નથી કે તે સાચું છે કે નહીં પણ ત્યારથી હું રડી રહી છું.' જમ્મુ-કાશ્મીર પોલીસે આ મૃત્યુ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે એજાઝને સંભવતઃ તાલિબાન દ્વારા ISIS વિરુદ્ધના ઓપરેશનમાં માર્યો ગયો હતો.

એજાઝ તેની પત્ની સાથે અફઘાનિસ્તાનમાં કેદ હતો, પરંતુ તાલિબાનોએ સત્તા સંભાળી લીધા બાદ તે ભાગી ગયો હતો. પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ જે ઘર પર કબજો કરીને અફઘાનિસ્તાનમાં રહેતો હતો, તે હજુ પણ બંધ છે. એજાઝ બાળપણમાં જ પીઓકે ચાલ્યો ગયો હતો અને હરકત-ઉલ-મુજાહિદ્દીનમાં જોડાયો હતો. તેણે પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ લીધી હતી.

તાલિબાને તાજેતરમાં દક્ષિણ અફઘાનિસ્તાનમાં સ્થિત કુનાર વિસ્તારમાં IS વિરુદ્ધ જોરદાર કાર્યવાહી કરી હતી. એવું માનવામાં આવે છે કે ગયા વર્ષે તાલિબાન સાથેની બેઠકમાં ભારતીય અધિકારીઓએ તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં કાશ્મીરી આતંકવાદી એજાઝની સક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ તાજેતરના મહિનાઓમાં તાલિબાનના ઘણા સભ્યોને મારી નાખ્યા હતા. આનાથી તાલિબાન અને આઈએસ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp