આ દેશે ChatGPT પર મૂક્યો પ્રતિબંધ, લોકોની પ્રાઇવસી માટે ગણાવ્યો ખતરો

PC: khabarchhe.com

Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. ઇટાલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ સિક્રસીની ચિંતાઓને કારણે તેના પર અસ્થાયી પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ સાથે ઇટાલી ChatGPT પર પ્રતિબંધ મૂકનાર પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. ChatGPT એ OpenAI દ્વારા ડેવલપ્ડ ચેટબોટ છે. ઇટાલિયન ઓથોરિટીએ કહ્યું કે ChatGPT પાસે મોટા પાયે પર્સનલ ડેટા એકત્ર કરીને અને સ્ટોર કરીને ચેટબોટ્સને 'ટ્રેન' કરવા માટેના સ્ટેપને યોગ્ય ઠેરવવા માટે કોઈ કાનૂની આધાર નથી.

ChatGPT ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પ્રશ્નોના વિશ્વસનીય જવાબો આપવાની કેપેસિટી તેમજ પોએમ લખવા, એજ્યુકેશનલ આર્ટિકલ લખવા અને લોંન્ગ ડોક્યુમેન્ટ કાપવા સહિતની તેની ઘણી કેપેસિટીઓને કારણે સેન્સેટિવ બન્યા છે. ઇટાલિયન ઓથોરિટીએ માઇક્રોસોફ્ટ-ઇન્વેસ્ટેડ ચેટબોટ સામે તપાસ શરૂ કરી છે કે શું તે તેના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)નું પાલન કરે છે.

એજન્સીએ ઓપનએઆઈને 20 દિવસની અંદર યુઝર્સના ડેટાની સિક્રસીની સિક્યોરિટી માટે લેવામાં આવેલા સ્ટેપની વિગતો આપતા રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે જો તે નિષ્ફળ જાય છે, તો તેના પર 20 મિલિયન યુરો (21.68 મિલિયન ડોલર) અથવા તેની કુલ આવકના 4 ટકા સુધીનો દંડ થઈ શકે છે.

ઓપનએઆઈએ સમાચાર એજન્સી રોઈટર્સને જણાવ્યું, અમે ઈટાલીમાં યુઝર્સ માટે ચેટજીપીટીની સર્વિસ હટાવી દીધી છે. અમે અમારી ચેટજીપીટી જેવી AI સિસ્ટમની ટ્રેનિંગમાં પર્સનલ ડેટા ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારું AI વ્યક્તિઓ વિશે નહીં, દુનિયા વિશે શીખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp