અચાનક કરોડપતિ બન્યો વેઈટર, કરોડો મળ્યા તેમ છતા રેસ્ટોરાંમાં ફરી શરૂ કરી જોબ

કોનું નસીબ ક્યારે બદલાય તે કોઈ જાણી શકતું નથી. આવું જ એક રેસ્ટોરાંમાં કામ કરતા વ્યક્તિ સાથે થયું છે. જો કે, ખાસ વાત એ છે કે અચાનક ખાતામાં કરોડો રૂપિયા આવી જવા છતાં આ વ્યક્તિએ પોતાનું કામ છોડ્યું નહીં. તેણે કહ્યું કે, પૈસા તો ઠીક છે પણ તે તેના સાથી કર્મચારીઓને ખૂબ યાદ કરશે, તેથી તે નોકરી છોડી શકશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુકેના કાર્ડિફમાં રહેતો લ્યુક પિટાર્ડ અચાનક કરોડપતિ ત્યારે બની ગયો જ્યારે તેને સમાચાર મળ્યા કે તેને 13 કરોડ 18 લાખ રૂપિયાની લોટરી લાગી છે. લ્યુક પિટાર્ડ મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં વેઈટર તરીકે કામ કરતો હતો. આ સાથે તે સમયાંતરે લોટરીમાં પોતાનું નસીબ અજમાવતો હતો. પછી એક દિવસ તેનું નસીબ ખુલ્યું અને તેણે લોટરી જીતી લીધી. કરોડપતિ બન્યા બાદ પણ લ્યુકે તેની વેઈટરની નોકરી છોડી નથી. તેઓ તેમના મિત્રોને પણ ભૂલી શક્યા નથી.

રિપોર્ટ અનુસાર આ ઘટના 2006ની છે. આ ઘટનાને યાદ કરતા લ્યુકે હાલમાં જ જણાવ્યું કે, તે સમયે તેની ગર્લફ્રેન્ડ એમ્મા કોક્સ પણ તેની સાથે મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં કામ કરતી હતી. જ્યારે તેણે લોટરી જીતી ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડ એમ્મા કોક્સ સાથે લગ્ન કર્યા. લોટરીમાંથી મળેલા પૈસાથી લ્યુકે 2.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી.

લ્યુકે જણાવ્યું કે તે એમ્મા સાથે લગ્ન કર્યા બાદ હનિમૂન પર વિદેશ ગયો હતો. કેટલાક પૈસા અને જીવનશૈલીની જરૂરિયાતો પાછળ ખર્ચ્યા. હનીમૂન પરથી પાછા ફર્યા પછી, લ્યુક ફરીથી તેની જૂની નોકરીમાં જોડાયો. તેને રેસ્ટોરાંમાં પાછો જોઈને બધાને આશ્ચર્ય થયું. તે એટલા માટે કારણ કે લોટરી જીત્યા પછી લ્યુક પાછો કામ પર જશે તેવી કોઈને અપેક્ષા નહોતી. એમ્માએ પણ તેની જૂની નોકરી પર પાછા ફરવાના તેના પતિના નિર્ણયને ટેકો આપ્યો હતો. લ્યુકે કહ્યું કે, તે તેના બધા મિત્રોને ખૂબ જ યાદ કરતો હતો, તેથી તેણે જોબ ફરીથી જોઇન કરી છે. આ સાંભળીને તેના સાથીઓ ભાવુક થઈ ગયા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.