WHOએ આપી ચેતવણી, કોરોના બાદ હવે બર્ડ ફલૂથી પણ મહામારી ફેલાઈ શકે છે

PC: twitter.com\

કોરોના બાદ હવે દુનિયામાં બર્ડ ફ્લુથી મહામારી ફેલાવાનું જોખમ તોળાઇ રહ્યું છે. હજુ સુધી મરઘીઓ અને પક્ષીઓમાં ચેપ ફેલાયા બાદ હવે વાઈરસ એચડએનાના કેટલાક કેસ માનવીઓમાં પણ સપાટી પર આવ્યા છે. આ માનવી માટે નવી મહામારી બની શકે છે. આને ધ્યાનમાં લઇને ગયા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસર્સ ચેતવણી પણ જારી કરી હતી.

તેમણે કહ્યું હતું કે દુનિયાએ એક સંભવિત બર્ડ ફ્લૂ મહામારી માટે તૈયાર રહેવાની જરૂર છે. હાલમાં જ પેરુમાં એચએન ચેપથી 585 સી લાયન્સ અથવા તો દરિયાઇ સિંહોનાં મોત થયાં હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેનના કે મિન્ક ફાર્મમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે માહિતી મળી હતી. બ્રિટનમાં બર્ડ ફ્લૂ શિયાળમાં જોવા મળ્યા બાદ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં, બીમારી ફેલાવાના ઇતિહાસને જોવામાં આવે તો તેના માનવીમાં ફેલાઇ જવાનો ખતરો અકબંધ છે. WHOના પ્રમુખની ચેતવણીને આ જ સ્વરૂપમાં જોઇ શકાય છે.

કોવિડ-19થી પહેલાં માનવામાં આવી રહ્યું હતું કે આગામી માનવ મહામારી એક ઇન્ફ્લુએન્ઝા વાઈરસના કારણે થશે. 1918ની ઇન્ફ્લુએન્ઝા મહામારીથી આશરે પાંચ કરોડ લોકોનાં મોત થયાં હતાં. ફ્લૂ મહામારી 1957-58, 1968 અને 2009માં પણ આવી હતી. અલબત્ત એવિયન ફ્લૂના મામલા માનવીમાં દુર્લભ છે, પરંતુ તેનો મૃત્યુ દર વિનાશકારી હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp