હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ

On

(ઉત્કર્ષ પટેલ)

આપણું ગુજરાત એક એવું રાજ્ય જેની ઓળખ આપણે અનેક રીતે વર્ણવીએ છીએ. મહાત્મા ગાંધીની અહિંસાનું પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની નિર્ભીકતા, નરેન્દ્રભાઈ મોદીની વિકાસશીલ દ્રષ્ટિ અને અમિતભાઈ શાહની રાજકીય કુશળતાનું સંગમ એટલે આપણું ગુજરાત. આપણા ગુજરાત રાજ્યની ભૂમિ પર એક તરફ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ છે તો બીજી તરફ ગુનાખોરી અને સામાજિક અશાંતિના પડકારો પણ ઓછા નથી. આવા સંજોગોમાં ગુજરાતની શાંતિ અને નાગરિકોની સલામતી જાળવવાનું કાર્ય એક મોટી જવાબદારી છે જે હાલના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથમાં છે.

હર્ષ સંઘવી એક યુવા ચહેરો કે જેમના માથે ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છે પરંતુ તેમની અડીખમ નીતિ અને નિર્ણયશક્તિ તેમને આ જવાબદારી માટે અલગ તારવે છે. ગુજરાતના ગૃહ વિભાગની બાગડોર સંભાળવી એ કોઈ સામાન્ય વાત નથી. આ પદ પર રહીને રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાના જીવનની સલામતીની ખાતરી કરવી એ એક આકરી કસોટી છે. હર્ષ સંઘવીની યુવાનીની ઉર્જા અને તેમની કાર્યશૈલી જોતાં એવું લાગે છે કે તેઓ આ પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રતિબદ્ધ છે.

1669117150harsh_sanghvi

ગુજરાતની શાંતિ અને સલામતીનો પડકાર: 

ગુજરાત એક ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આ સમૃદ્ધિ સાથે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવો પણ અનિવાર્ય બની જાય છે. દારૂ ડ્રગ્સની હેરાફેરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સામાજિક અશાંતિ, દીકરીઓના બળાત્કાર અને સાયબર ક્રાઈમ જેવા મુદ્દાઓ આજે ગુજરાત માટે પડકારરૂપ છે. આવા સમયે ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ત્વરીત નિર્ણયો અને કડક કાર્યવાહીની નીતિ અપનાવી છે. તેમના કાર્યકાળમાં ગુજરાત પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પોલીસ તાલીમાર્થીઓના દીક્ષાંત સમારોહમાં તેમની હાજરી અને પ્રેરક ઉદ્બોધનો એ દર્શાવે છે કે તેઓ ગૃહ વિભાગને મજબૂત કરવા માટે કેટલા ગંભીર છે.

યુવાનીની શક્તિ અને જવાબદારીનું સંતુલન: 

હર્ષ સંઘવી એક યુવા ધારાસભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ્યા અને ટૂંકા સમયમાં જ ગૃહ રાજ્યમંત્રી જેવું મહત્ત્વનું પદ સંભાળ્યું. આ યુવાનીમાં જ તેમણે પોતાની કાબેલિયત સાબિત કરવાની તક મળી છે. ગુજરાતમાં બનતી ઘટનાઓ પછી તે મોરબી દુર્ઘટના હોય કે ગેરકાયદેસર દારૂના કૌભાંડો તેમણે દરેક પરિસ્થિતિમાં પ્રજાની ચિંતાઓને સાંભળી અને તેનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની સીધી અને સ્પષ્ટ વાતચીતની શૈલી પ્રજામાં વિશ્વાસ જન્માવે છે. ઉદાહરણ તરીકે નવરાત્રિ દરમિયાન તેમણે લોકોને ગરબા રમવા અને આનંદ માણવા પ્રોત્સાહન આપ્યું જે દર્શાવે છે કે તેઓ ધાર્મિક સાંસ્કૃતિક મૂલ્યોને પણ સમાન મહત્ત્વ આપે છે.

1725089613harsh-sanghavi

કડક નીતિ અને સંવેદનશીલતાનો સમન્વય: 

એક સફળ ગૃહમંત્રીની ઓળખ તેની કડક નીતિ અને પ્રજા પ્રત્યેની સંવેદનશીલતામાંથી થાય છે. હર્ષ સંઘવીએ આ બંને ગુણોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તેમણે ગુજરાતમાં ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન સહન નહીં કરાય. બીજી તરફ પોલીસની કામગીરીને પ્રજાકેન્દ્રી બનાવવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના યુવાનોને રોજગારીની તકો અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન આપીને તેઓ સમાજના ભવિષ્યને મજબૂત કરવા માંગે છે.

1719138456harsh

પડકારો અને ટીકાઓ વચ્ચે પણ મક્કમતા: 

કોઈપણ રાજકીય હોદ્દો ટીકાઓથી મુક્ત નથી હોતો. હર્ષ સંઘવી માટે પણ અપવાદ નથી. કેટલીક  ઘટનાઓમાં તેમના નિર્ણયો પર સવાલો ઉઠ્યા છે જેમ કે પોલીસનો બળપ્રયોગ કે ગુનાઓની તપાસમાં ઉઠેલા પ્રશ્નો. પરંતુ આ ટીકાઓ વચ્ચે પણ તેઓ પોતાના લક્ષ્યથી ડગ્યા નથી. ગુજરાતની પ્રજાની સલામતી અને શાંતિ જાળવવી એ સરકારનું પ્રાથમિક ધ્યેય રહ્યું છે. આ માટે તેમણે પોલીસ વિભાગને આધુનિક બનાવવા, તાલીમને વધુ સઘન કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવાના પ્રયાસો કર્યા છે.

હર્ષ સંઘવીનો કાર્યકાળ હજુ ચાલુ છે અને તેમની સામે ઘણા પડકારો બાકી છે. ગુજરાતની શાંતિ અને સલામતી જાળવવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમની ઉર્જા, નવા વિચારો અને પ્રજા પ્રત્યેની નિષ્ઠા જોતાં એવું લાગે છે કે તેઓ ગુજરાતની આગામી પેઢી માટે એક મજબૂત આધારસ્તંભ બની શકે છે. એક સફળ ગૃહમંત્રી તરીકે તેઓ ગુજરાતની કાળજી રાખી શકે એવી ભાવના સાથે આશા રાખીએ કે તેમનું યોગદાન રાજ્યને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવશે.

(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)

Top News

પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ઘરમાં થીજી ગયેલા સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મૃત શરીરના ભાગો મળી આવ્યાના સમાચારે હંગામો મચાવી દીધો...
National 
પત્નીએ બોયફ્રેન્ડ સાથે મળી પતિની બોડી ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધું

આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

એમેઝોનના કર્મચારીઓ માટે ફરી એક વખત છટણીના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોન વર્ષ 2025ની...
Business 
આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી

ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના સુરત જિલ્લાના વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ કુમારભાઈ કાનાણી એક એવા નેતા છે જેમણે પોતાની સાદગી...
Gujarat  Opinion 
ધારાસભ્ય કુમાર કાનાણીઃ કપાળે તિલક અને જીભે માત્ર પ્રજાના હિતની વાત

કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતને લઈને વિરોધ પક્ષોમાં હાહાકાર મચી ગયો છે. વાસ્તવમાં, મમતા બેનર્જી સોમવારે હુગલી જિલ્લાના ફુરફુરા...
National  Politics 
કાશી વિશ્વનાથ કે પુષ્કર જાઉં ત્યારે મૌન કેમ, ફુરફુરા શરીફ પહોંચેલા મમતા મીડિયા પર કેમ અકળાયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.