- Opinion
- જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી અને રાજકીય માળખાને મજબૂત બનાવ્યું. 29 ઓગસ્ટ 1894ના રોજ અમરેલીમાં જન્મેલા મહેતા એક ડોક્ટરથી રાજકીય નેતા બન્યા હતા. તેમણે મુંબઈ અને લંડનમાં ઉચ્ચ શિક્ષણ લીધું. મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઇને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. ગાંધીજીના સિદ્ધાંતો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા રહી. 1 મે 1960ના રોજ જ્યારે દ્વિભાષી બોમ્બે રાજ્યમાંથી અલગ થઈ ગુજરાતની રચના થઈ, ત્યારે મહેતા પહેલા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા.
બરોડાના દિવાનથી ગુજરાતના મુખ્યમંત્રી સુધી
1943થી 1947 દરમિયાન મહેતાએ બરોડા રાજ્યના દિવાન તરીકે સેવાઓ આપી. તેમણે ગાયકવાડ મહારાજ સાથે મળીને શૈક્ષણિક અને વહીવટી સુધારાઓ કર્યા જે આજ દિન સુધી યાદ કરાય છે. મહેતા આઝાદીના આંદોલનમાં સક્રિય રહ્યા. અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીધો. સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓ સાથે તેમની ઘનિષ્ઠતા હતી. મહાગુજરાત આંદોલન વખતે મહેતા ગુજરાત માટે અલગ રાજ્ય બનાવવાની માંગણીમાં અગ્રેસર રહ્યા હતા.
ગુજરાતના ગામડા અને શહેરો વચ્ચે સમતોલ વિકાસ
1960થી 1963 દરમિયાન મુખ્યમંત્રી તરીકે મહેતાએ રાજ્ય માટે એક મજબૂત વહીવટી માળખું ઊભું કર્યું જે આજ સુધી વખણાય છે. નવી રચાયેલ રાજ્યની નીતિઓ નક્કી કરવી અને અસરકારક વહીવટ માટે મહત્વપૂર્ણ સંસ્થાઓ ઉભી કરી.. તેમણે ગુજરાત વિધાનસભાની સ્થાપના કરી. ગુજરાતમાં ગામડાઓ અને શહેરી વિસ્તારો વચ્ચે વિકાસ અસમતોલ ન થઇ જાય તે માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવી. તેમનું શાસન પંડિત જવાહરલાલ નહેરુના રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યો સાથે જોડાયેલું હતું.
ડોક્ટર હોવાનો ફાયદો થયો
તેઓ પોતે ડોક્ટર હોવાને કારણે શિક્ષણ અને આરોગ્યનું મહત્વ સમજતા હતા.મહેતાએ સૌપ્રથમ શિક્ષણ અને આરોગ્યમાં સુધારા લાવવાનું શરૂ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓમાં શાળાઓ શરૂ કરવામાં આવી જેથી સાક્ષરતા વધે. તેમ જ આરોગ્ય ક્ષેત્રમાં સુધારાઓ માટે તેમણે અનેક યોજનાઓ અમલમાં મૂકી. તેમની ગ્રામ વિકાસ નીતિઓમાં કૃષિ અને સિંચાઈ યોજનાઓનો પણ સમાવેશ હતો, જે ગામડાઓ માટે ઉપયોગી સાબિત થઈ.
જૂથબંધી નડી
પહેલા જ મુખ્યમંત્રી હોવાને કારણે મહેતા માટે એક રાજ્યના વડા તરીકેની જવાબદારી સરળ નહોતી. કોંગ્રેસ પક્ષની આંતરિક જૂથબંધીઓ તેમને નડવા લાગી. આ કારણે તેમને આરોગ્યની મુશ્કેલીઓ થવા લાગી. આમ આ સ્થિત તેમના માટે પડકારરૂપ બની. 19 સપ્ટેમ્બર 1963ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને નવી જવાબદારી બલવંતરાય મહેતાએ સંભાળી.
ત્રણ વર્ષમાં પણ છાપ છોડી ગયા
જીવરાજ મહેતાને ગુજરાતના નિર્માતા તરીકે યાદ કરાય છે. તેમના માત્ર ત્રણ વર્ષના કાર્યકાળને પણ એક સશક્ત શાસન પ્રણાલી ઊભી કરનાર સમય તરીકે ઓળખવામાં આવે છે. તેમની શરૂઆત એવી હતી કે રાજ્યની આગવી ઓળખ ઊભી થઇ. 7 નવેમ્બર 1974ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમનું દ્રષ્ટિકોણ અને સપનું આજે પણ જીવંત છે. ડૉ. જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી જેવી સંસ્થાઓ દ્વારા તેમનું નામ શિક્ષણ અને જાહેર સેવા માટે આજે પણ ગુંજતું રહે છે.
Related Posts
Top News
બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?
ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ
સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે
Opinion
