- Sports
- યુઝર્સ બોલ્યા- ‘પાકિસ્તાન પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ’
યુઝર્સ બોલ્યા- ‘પાકિસ્તાન પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ’

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 હવે જોરો પર છે અને દરેક મેચ સાથે રોમાન્ચ વધતો જઈ રહ્યો છે, પરંતુ આ રોમાન્ચ પાછળની કહાની ખૂબ જ હાસ્યાસ્પદ છે. 11 એપ્રિલથી શરૂ થયેલી PSL લીગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓપનિંગ સેરેમની દરમિયાન એક અજીબોગરીબ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, જેને જોયા બાદ લોકો પોતાની જાતને હસતા રોકી શકતા નથી. અહીં, જવાબદાર લોકોએ એક શખ્સને જેટ પેક સૂટ પહેરાવીને હવામાં ઉડાડી દીધો અને તેની સાથે PSL લીગની શરૂઆત કરી દીધી. વીડિયો જેવો જ સોશિયલ મીડિયા પર આવ્યો, લોકોએ પાકિસ્તાનની ફજેતી કરવાની શરૂઆત કરી દીધી.

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025ના ઉદ્ઘાટન સમારોહમાં જે નજારો જોવા મળ્યો, તેણે દુનિયાભરના દર્શકોને હેરાન કરી દીધા છે, પરંતુ લોકોને હેરાનીથી વધુ હસવું આવ્યું. આખા પાકિસ્તાને ગંભીરતાથી આયોજન કર્યું કે આ વખત આપણે કંઈક અલગ કરવાનું છે અને પછી મેનેજમેન્ટે એક શખ્સને જેટપેક પહેરાવીને હવામાં ઉડાડી દીધો. જી હાં, વાસ્તવમાં ઉડાડ્યો. શખ્સ હવામાં ગોતા ખાતો આખા સ્ટેડિયમ ઉપરથી ચક્કર લગાવી રહ્યો હતો, જાણે કોઈ ફિલ્મનું સીન ચાલી રહ્યું હોય, પરંતુ આ સ્ટન્ટ પાકિસ્તાની ફ્લેવર સાથે હતો તો અજીબ અને અને મજેદાર તો રહેવાનો જ હતો.
https://twitter.com/BihariEng21/status/1911300394782798042
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ સ્ટેડિયમની ઉપર હવામાં ઉડી રહ્યો છે, અને નીચે લોકો પોતાના મોબાઈલથી શૂટ કરી રહ્યા છે અને PSL વાળા સમજી રહ્યા છે કે તેમણે કોઈ સ્પેશ મિશન લોન્ચ કરી દીધું છે, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર પહોંચતાની સાથે જ મીમર્સે હાથોહાથ તેને ઉપાડી લીધો અને પછી જે હંમેશાં થાય છે તે જ થયું. પાકિસ્તાનનું મજાક બની ગયું. કોઈએ કહ્યું કે, પાકિસ્તાનનો આયર્ન મૅન લોન્ચ થઈ ગયો છે, જ્યારે કોઈએ લખ્યું- PSL એટલે પાકિસ્તાન સ્પેશ લીગ. એક યુઝરે કહ્યું- આ કોઈ માણસ નથી, આ PSLનું Wi-Fi રાઉટર છે, જે આખા સ્ટેડિયમમાં સિગ્નલ ફેલાવી રહ્યું છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- આપણે પાકિસ્તાન પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ છીએ?
Related Posts
Top News
AMNS ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની તનિષ્કા દેસાઈને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં 'સર્વશ્રેષ્ઠ વક્તા'નો ખિતાબ જીતી લીધો
રેંટિયોના 90 વર્ષ – દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ
આ મુદ્દે ઓવૈસીએ કર્યું મોદી સરકારનું સમર્થન, પણ સરકારને એક સવાલ પણ પૂછી લીધો
Opinion
-copy48.jpg)