- Sports
- DC સામે હાર બાદ પાટીદાર બોલ્યો- એ વાત સ્વીકાર્ય નથી કે...
DC સામે હાર બાદ પાટીદાર બોલ્યો- એ વાત સ્વીકાર્ય નથી કે...
-copy13.jpg)
IPLની દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે મેચ RCB જ જીતશે એવું લાગી રહ્યું હતું, પરંતુ કેએલ રાહુલે એકલે હાથે પોતાના હોમગ્રાઉન્ડ પર બેંગ્લોરની ટીમને ધૂળ ચટાવી દીધી હતી. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન રજત પાટીદાર નારાજ જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે, અમે સારી બેટિંગ ન કરી. અત્યારે અમારા બેટ્સમેનોની વિચારધારા સારી છે. તેઓએ હમણા સુધી સારું પ્રદર્શન પણ કર્યું છે, પણ એક વિકેટ પર 60 રન અને પછી 4 વિકેટ પર 90 રન થઈ જવા એ વાત સ્વીકાર્ય નથી. અમે વિચાર્યું હતું કે, આ બેટિંગ માટે સારી પીચ હશે. અમે પરિસ્થિતિનું સાચું આકલન કરવામાં ચૂકી ગયા. પરંતુ ટીમ ડેવિડે અંતમાં ઝડપી રન બનાવીને સ્કોરને 163 સુધી પહોંચાડી દીધો, તે ખૂબ સારું કામ કર્યું.
કે.એલ. રાહુલની 53 બૉલમાં 93 રનની શાનદાર ઇનિંગે દિલ્હી કેપિટલ્સ (DC)ને સતત ચોથી જીત અપાવી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 24મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 6 વિકેટથી હરાવ્યું. ટીમની શાનદાર જીતનો હીરો કે.એલ. રાહુલ રહ્યો. તેણે મેચ બાદ કહ્યું કે, વિકેટ મુશ્કેલ હતી, પરંતુ 20 ઓવર સુધી વિકેટકીપિંગ કરવાથી તેને બેટિંગમાં મદદ મળી. જીત માટે 164 રનના લક્ષ્યના જવાબમાં દિલ્હીએ 4 વિકેટ તો 58 રન પર જ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે ટીમને જીત સુધી પહોચાડી.

દિલ્હી કેપિટલ્સના ખેલાડી રાહુલે મેચ બાદ કહ્યું કે, 'તે મુશ્કેલ વિકેટ હતી, પરંતુ 20 ઓવર સુધી વિકેટ પાછળ રહેવાથી મને તેને સમજવામાં મદદ મળી. મને ખબર હતી કે કયા શોટ્સ રમવાના છે અને હું સારી શરૂઆત કરવા માગતો હતો. આ પ્રકારની વિકેટ પર મને ખબર હતી કે ક્યાં રમવાનું. જો તમારે મોટો સિક્સ મારવો હોય તો તમારે ક્યાં મારવાનો જોઈએ? વિકેટકીપિંગથી મને ખબર પડી રહી હતી કે બેટ્સમેન ક્યાં આઉટ થઈ રહ્યા છે અને ક્યાં સિક્સ ફટકારી રહ્યા છે. નસીબે સાથ આપ્યો કે મારો કેચ છૂટ્યો. તેણે કહ્યું કે, 'આ મારું મેદાનછે, મારું શહેર છે અને મને તેની બાબતે બીજાઓથી વધારે ખબર છે. હું અલગ-અલગ પ્રકારની વિકેટ પર ઢળવાનો પ્રયાસ કરું છું. હું અભ્યાસમાં પ્રયોગ કરું છુ. ઘણી વખત આઉટ થઈ જાઉં છું, પરંતુ તેનાથી મને ખબર પડે છે કે મને ક્યાં એક રન મળશે અને ક્યાં 6 રન.

RCB વિરુદ્ધ આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા, RCBની શરૂઆત શાનદાર રહી, પરંતુ શરૂઆતમાં વિકેટો પડ્યા બાદ ઇનિંગ્સ ડગમગી ગઈ. આ પ્રકારે, RCBની ટીમ જેમ-તેમ સીમિત 20 ઓવરમાં 163 રનના સ્કોર સુધી પહોચી શકી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. RCBએ 58 રનના સ્કોર પર 4 વિકેટ લઈ લીધી હતી, પરંતુ ત્યારબાદ કે.એલ. રાહુલે 53 બૉલમાં નોટ આઉટ 93 રનની ઇનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી. આ દરમિયાન, રાહુલને ટ્રિસ્ટન સ્ટબ્સનો પણ શાનદાર સાથ મળ્યો. આ રીતે, RCBને તેના હોમ ગ્રાઉન્ડમાં અહીના લોકલ બોયએ ધૂળ ચટાવી દીધી.
Related Posts
Top News
પહલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું શું થયેલું
આ રાજ્યમાં શાળાના બાળકોને નહીં વેચી શકાય એનર્જી ડ્રિંક અને સ્ટિંગ, આ છે કારણ
સૌથી મોટી બેટરીવાળો Vivoનો ફોન લોન્ચ, જાણી લો કિંમત અને ફીચર્સ
Opinion
-copy48.jpg)