- Sports
- શું ધોની દિલ્હી સામે કરશે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ, ગાયકવાડને શું થયું?
શું ધોની દિલ્હી સામે કરશે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ, ગાયકવાડને શું થયું?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમવાની છે. આ મેચ 5મી એપ્રિલ (શનિવાર) ના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત છે અને તે લખનૌ સામેની મેચમાં રમશે કે કેમ તે અંગે શંકા છે. જો રૂતુરાજ ગાયકવાડ સમયસર સ્વસ્થ નહીં થાય તો મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની સંભાળી શકે છે. રૂતુરાજ ગાયકવાડને રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં ઝડપી બોલર તુષાર દેશપાંડેના બોલ કોણીમાં વાગ્યો હતો.

CSKના બેટિંગ કોચ માઈકલ હસીએ કહ્યું, 'તેની કોણીમાં હજુ પણ થોડો દુખાવો છે, પરંતુ તેમાં દરરોજ સુધરો થઈ રહ્યો છે. તેથી, અમને પૂરી આશા છે કે તે મેચ સુધીમાં ઠીક થઈ જશે. મને નથી લાગતું કે અમે ખરેખર કેપ્ટનશિપ વિશે વધારે વિચાર્યું છે. મેં પણ તેના વિશે બહુ વિચાર્યું નથી.
હસી કહે છે, 'મને ખાતરી છે કે સ્ટીફન ફ્લેમિંગ અને
રૂતુએ આ વિશે વિચાર્યું જ હશે. પરંતુ અમારી પાસે કેટલાક યુવા ખેલાડીઓ પણ છે. તે (ધોની) સ્ટમ્પની પાછળ હોય છે. તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ છે, તેથી કદાચ તે આ કરી શકશે. પરંતુ સાચું કહું તો, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી નથી.
https://twitter.com/ChennaiIPL/status/1908032155352957060
મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લે 2023 IPL ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું. ધોનીએ પોતાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે 2024 સીઝનમાં રૂતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો. રૂતુરાજની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ગત આઈપીએલ સિઝનમાં પાંચમા સ્થાને રહી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમઃ રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), શિવમ દુબે, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), જેમી ઓવર્ટન, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મથીશા પથિરાના, ખલીલ અહેમદ, મુકેશ ચૌધરી, કમલેશ ચૌધરી, દેવ શેખ, કમલેશ ચૌધરીએ નાગરકોટી, શ્રેયસ ગોપાલ, અંશુલ કંબોજ, નાથન એલિસ, ગુરજપનીત સિંહ, રામકૃષ્ણ ઘોષ, આન્દ્રે સિદ્ધાર્થ સી, વંશ બેદી, દીપક હુડા.
Related Posts
Top News
હવે રાષ્ટ્રપતિ પણ બિલ નહીં રોકી શકે, 90 દિવસમાં નિર્ણય લેવો પડશે, બિલ રિજેક્ટ કરે તો...
‘જો હું ત્યાં ન હોત, તો 2015માં જ નીતિશ...’, ભરસભામાં આ શું બોલી ગયા PK?
ધોનીની વિકેટ પર થઇ ગયો વિવાદ, અમ્પાયરિંગ પર ઉઠવા લાગ્યા સવાલ, જાણો આખો મામલો
Opinion
-copy12.jpg)